આનંદીબેન પટેલનો પત્ર કેમ લીક થયો ?

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (12:12 IST)

Widgets Magazine
patel


ચૂંટણી આડે હવે માંડ પૂરા બે મહિના પણ રહ્યા નથી ત્યાં જ ફરીથી ભાજપમાં ભડકો થયો છે. આનંદીબહેન પટેલે ૪થી ઓકટોબરે અમિત શાહને લખેલો પત્ર ૯મીએ કેવી રીતે લીક થયો એ પ્રશ્ન ખુબ જ મોટો છે. આનંદીબહેનનાં સમર્થકો દ્રઢપણે માને છે અને કહે છે કે પોતાના પુત્ર જય શાહનું કૌભાં દબાવવા માટે જ અમિત શાહે આ પત્ર લીક કરાવ્યો છે. પત્ર લીક થયા બાદ ગાંધીનગરમાં આવેલા આનંદીબહેનનાં બંગલે તેના સમર્થકો મોટી સંખ્યામાં આવી ગયા હતા.

તેઓ ખુબ જ ગુસ્સામાં હતા. તેમજ આ ટોળુ એક તબક્કે પાઠ ભણાવવાનાં હેતુથી અને ઘાટલોડીયામાંથી બહેનને જ ટિકિટ મળવી જોઈએ તેવી માગણી સાથે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જવાનું હતું. પણ છેલ્લી ઘડીએ આનંદીબહેને બધાને સમજાવી લેતા મામલો શાંત થયો હતો. જય અમિત શાહની કંપનીનું પ્રકરણ બહાર આવ્યું તેમાં અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન મોદી પર પણ માછલા ધોવાનું શરૃ થયું છે. પારદર્શક અને ભ્રષ્ટાચારયુક્ત વહીવટની ગૂલબાંગો વચ્ચે જયની કંપનીનો રોકેટ ગતિથી વિકાસ થયો તે જાણીને સમગ્ર દેશ ચોંકી ઊઠયો છે. કાર્યકરો કહે છે કે પાટીદારોનાં આંદોલન બાદ સરકારની નીતિને કારણે પાટીદારો ભાજપની વિરુદ્ધ થઇ ગયા હતા. પરંતુ હવે આનંદીબહેનને ફરીથી પક્ષમાંથી કાયમી માટે હાંકી કાઢવાની પેરવી થતા મોટા ભાગના પાટીદારો ભાજપ વિરોધી થઇ જશે. જેની સીધી અસર ચૂંટણી પર થશે એ નિશ્ચિત છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આનંદીબેન પટેલ પત્ર કેમ લીક સમાચાર ઓનલાઈન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ઓનલાઈન ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા લાઈવ સમાચાર ક્રિકેટ સમાચાર Natioanl News Live News Gujarati News Cricket News Latest Gujarati News Latest Gujarati Samachar Live News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની રજૂઆત

કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સહિતની ટીમે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે રાજકીય પક્ષોના ...

news

ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં રાતોરાત ઘટાડો કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ...

news

Top 10 'Gujarati News - આજના ટોપ 10 ગુજરાતી સમાચાર (10/10/2017)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો બચ્યાં છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ...

news

જુઓ આનંદીબેને ચૂંટણી નહીં લડવા કોને પત્ર લખ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine