ભાજપને મત આપશો તો મોટું પાપ લાગશે - ભાજપના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી

varshnen joshi
Last Modified સોમવાર, 27 નવેમ્બર 2017 (12:36 IST)

સુરેન્દ્રનગર જિલ્લા માં ભાજપ પક્ષ નાં પ્રચાર નાં શ્રી ગણેશ કર્યા ને લીબંડી ખાતે થી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા એ “મન કી બાત” કાર્યક્રમમાં હાજરી આપી ને કાર્યાલયો ખોલ્યા જયારે સુરેન્દ્રનગરમાં વઢવાણ વિધાનસભા નાં ઉમેદવાર ધનજીભાઈ પટેલનાં કાર્યાલયનાં ઉઘાટન પ્રસંગે યોજાયેલ સભા ચાલું ધારાસભ્ય શ્રીમતી વષાઁબેન દોશી ને ટિકીટ કાપીને ધનજીભાઈ પટેલ ને ભાજપ પક્ષ આપી છે. જેથી વર્ષાબેન દોશી, પોતાના મનમાં રહેલાં રોષને જાહેરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની હાજરીમાં ભાષણ કરતાં જણાવ્યું હતું કે, કમળ ને મત આપશો તો પાપ લાગશે પાપ ત્યારે સભા માં બેઠેલાં હોદ્દેદારો ને કાર્યકરો સ્તબ્ધ બની ગયાં હતાં ને જયારે વષાઁબેન દોશી ને તેમની ભુલ થઈ હોય તે સમજાય તે પહેલાં તો સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું ને કાર્યકરો દ્વારા બોલાય ગયું હતું કે વષાઁબેન દોશી એ પોતાના મન વાત કરી છે. જયારે શરમાઈ ને વષાઁબેન દોશી સ્ટેજ પરથી નીચે ઉતરી રવાના થઈ ગયા હતા.
 
 
 


આ પણ વાંચો :