ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (11:52 IST)

હાર્દિક પટેલ બન્યો પાક્કો કોંગ્રેસી... કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હાંકલ કરી

આગામી વિધાનસભાની ચૂંટણીના ચકરાવા વચ્ચે રવિવારે ખેરવા આવેલા પાસ નેતાએ હુંકાર કર્યો હતો કે ઇડરથી આવેલા આયાતી ઉમેદવારને તા. 9 મી ડિસેમ્બરે ઉભી પૂંછડીએ ભગાડીએ. દસાડા-લખતર વિધાનસભાની આગામી તા. 9મી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. પાટડી તાલુકાના ખેરવા ગામેં ભાજપ વિરોધી અને કોંગ્રેસ તરફી પ્રચાર કરવા આવેલા પાસ નેતા હાર્દિક પટેલે હાજર જનમેદનીને હુંકાર કરતા જણાવ્યું હતુ કે થોડા દિ’ અગાઉ ખેરવાના પાટીદારોએ ભાજપના નેતાઓને ગામમાંથી ભગાડી પાટીદાર પાવરનો પરચો બતાવ્યો હતો. આ પ્રસંગે આક્રમક બનેલા હાર્દિક પટેલે જણાવ્યું કે જે નેતાને ઇડરના લોકો ન સાચવ્યા એ નેતાને આગામી ચૂંટણીમાં ઉભી પુંછડીએ ભગાડવાની સાથે કોંગ્રેસ ઉમેદવારને જીતાડવાની હાકલ કરી હતી. આ વિસ્તારના ભાજપના ઉમેદવાર માટે મારા બાપા જો પ્રચાર માટે આવે તો પણ ભાજપને મત ના આપતા. અને મેં રસ્તામાં આવતા જોયું કે કેનાલો આજુબાજુના ખેતરો ખારાશથી ખેદાન મેદાન થઇ જતા રણકાંઠાના અનેક ખેડૂતો પાયમાલ બની ગયા છે અને ખેડૂતોને એમની ઊપજનો યોગ્ય ભાવ મળતો નથી અને વિજળી પણ મળતી નથી આથી લોકોએ આ બાબતે યોગ્ય નિર્ણય લઇ યોગ્ય ઉમેદવારને જીતાડવા કટીબધ્ધ બનવુ જોઇએ.