ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 600 કરોડનો ખર્ચ થવાની શકયતા

gujarat election
Last Modified મંગળવાર, 7 નવેમ્બર 2017 (13:10 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂ. થવાની શકયતા 

ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષોને પ્રચારના ખર્ચની દ્વારા બાંધવામાં આવી છે. તેમ છતા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 600 કરોડથી વધુનો ખર્ચ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૨૩ કરોડનો અને કૉંગ્રેસ દ્વારા ૭૨.૬૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્ય ચૂંટણી ઓફિસરના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી પાછળ ૧૭૫ કરોડનો ખર્ચ કર્યો હતો. આ વખતે ચૂંટણી પંચને ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ભાજપે ૨૦૧૨માં ૧૨૪ કરોડ તો કૉંગ્રેસે રૂ. ૭૨.૬૬ કરોડનો ખર્ચ કર્યો હતો તેવુ પંચને જણાવવામાં આવ્યુ હતું. ૨૦૧૨ની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને રૂ. ૭૧.૫૩ કરોડનું દાન મળ્યું હતુ. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા હિસાબો દર્શાવે છે કે, ભાજપ પ્રદેશ એકમ પાસે રૂ. ૧૭૦ કરોડનું ૨૦૧૧-૧૨માં બેલેન્સ હતુ. તેને રૂ. ૫૩.૨૯ કરોડનું દાન મળ્યું હતું અને એ ગાળામાં રૂ. ૧૨૪.૪૪ કરોડનો ખર્ચ કર્યો હતો. ચૂંટણીના હિસાબો બંધ થવાના દિવસે પક્ષ પાસે ૧૫૬.૬૦ કરોડનું બેલેન્સ હતું. રાજકીય પક્ષો રૂ. ૩૦૦ કરોડનો ખર્ચ કરશે. રાજકીય પક્ષો ઉપરાંત ઉમેદવારો પણ પોતાની રીતે ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરશે જે પક્ષના ખાતામાં નહી જાય. વ્યકિતગત રીતે કોઈપણ ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂ. ૨૮ લાખ છે. મતલબ કે આ વખતે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોના ખર્ચને અંદાજિત કરીએ તો કુલ ૫૫૦ કરોડનો ખર્ચ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષો કેટલા ખર્ચશે એનો સાચો આંકડો બહા આવશે નહીં, પરંતુ ૨૦૧૭ની આ ચૂંટણી 600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.


આ પણ વાંચો :