રાજકિય પક્ષોની અંદરની વાત જાણવા જાસૂસો તૈયાર, ખણખોદિયા કાર્યકરો બાતમીદારની ભૂમિકામાં

સોમવાર, 16 ઑક્ટોબર 2017 (15:25 IST)

Widgets Magazine


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો એકબીજાની ખાનગી માહિતી મેળવવા તલપાપડ બન્યાં છે. પક્ષની અંદર કી બાત જાણવા રાજકીય જાસૂસોની ડિમાન્ડ બોલાઇ છે. ખણખોદિયા કાર્યકરો સામેના પક્ષના કાર્યકરો સાથે રાજકીય સબંધ રાખીને પક્ષથી માંડીને સરકાર સુધીની રજેરજની માહિતી મેળવી ગુપ્ત માહિતીની આપ-લે કરે છે.

આ દેશી જેમ્સ બોન્ડ અત્યારે નેતાઓની પહેલી પસંદ બન્યાં છે. ભાજપ-કોંગ્રેસની બેઠક હોય, ચૂંટણી રણનિતી ઘડાતી હોય, કયા દાવેદારને કઇ બેઠક પર ટિકીટ મળશે, પક્ષ કયા મુદ્દા સાથે સરકાર-પક્ષને ઘેરશે, વિપક્ષ શું કરવા બેતાબ છે, ચૂંટણી ઢંઢેરામાં નવુ શું છે, સરકાર-ભાજપ કયા મુદ્દે કોગ્રેસને મ્હાત કરશે, કયા કયા સંવેદનશીલ મુદ્દાઓ ચૂંટણીમાં અસરકારક બની રહેશે, કયા નેતાના કૌભાંડ બહાર લાવવા મથામણ થઇ રહી છે, કયા નેતાને પક્ષપલટો કરાવી શકાય,કયા નેતાઓ ભાજપમાં જોડાવવા માંગે છે, આ બધીય રાજકીય ગુપ્ત માહિતીની આપ-લે રાજકીય જાસૂસો ભાજપ-કોંગ્રેસને પહોંચાડી રહ્યાં છે. મહિલા કાર્યકરોથી માંડીને સંગઠનના હોદ્દેદારો રાજકીય જાસૂસોની ભૂમિકા અદા કરી રહ્યાં છે. ચૂંટણીના સમયે નેતાઓના કૌભાડ શોધી લાવનારાં કાર્યકરોની પણ પક્ષમાં બોલબોલા બોલાઇ રહીછે. માત્ર પક્ષના કાર્યકરો જ નહીં, સરકારી કર્મચારી-અધિકારીઓ પણ બાતમીદારની ભૂમિકા અદા કરે છે. જરૃર પડે તો,સરકારને ઘેરવામાં મદદરૃપ થાય તેવી માહિતી વિપક્ષ સુધી પહોંચતી કરાય છે જયારે સરકારને લાભ થાય તેવી માહિતી પુરી પાડીને અધિકારી પક્ષ-સરકારને વ્હાલા થવા કોશિસ કરે છે. નેતાઓ પણ ખણખોદિયા કાર્યકરોને જરૃરિયાત મુજબ સાચવે છે. દરેક નેતાઓના અલગ અલગ રાજકીય જાસૂસો હોય છે.પોલીસની પેટર્ન મુજબ રાજકીય બાતમીદારો જે તે નેતાને જ ગુપ્ત માહિતી પુરી પાડતા હોય છે. એવુ નથી કે,ભાજપના કાર્યકરો કોંગ્રેસની ગુપ્ત માહિતી મેળવે કે કોંગ્રેસના કાર્યકરો ભાજપની ખાનગી માહિતી મેળવે, પક્ષના નેતાઓ અંદરોઅંદરની ખબર મેળવવા માટે પણ ખબરી ગણાતાં કાર્યકરોનો બખૂબી ઉપયોગ કરતાં હોય છે. પક્ષમાં જૂથબંધી હોય ત્યારે રાજકીય ખબરીઓ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આમ,વિધાનસભાની ચૂંટણી સમયે રાજકીય ખબરીઓની બોલબાલા છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો સવાલ પટેલ મતદારો કોની તરફેણમાં રહેશે

પાટીદાર મતદારો ભાજપની વોટબેન્ક ગણાય છે પણ આ વખતે પરિસ્થિતી કઇંક અલગ છે. વિધાનસભાની ...

news

ગદ્દારોએ બનાવ્યો તાજમહેલ.. ભારતીય સંસ્કૃતિ પર કલંક - સંગીત સોમ

દુનિયાભરમાં હિન્દુસ્તાનની ઓળખના પ્રતિકોમાં સાલેમ કરાનારા તાજમહેલને ઉત્તર પ્રદેશના પર્યટન ...

news

ગુજરાતી જોક્સ - પતિ પત્ની

પત્ની ઉદાસ બેસી હતી.. પતિ - તબિયત તો સારી છે ને ? ડોક્ટરને બતાવી દો.. પત્ની - ...

news

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થયું હવે સાવજ દર્શન થશે.

જૂનાગઢમાં ગીર જંગલના દ્વાર ૧૬ ઓક્ટોબરથી ખુલી રહ્યા છે અને ગીરના વનરાજોનું ચાર માસનું ...

Widgets Magazine