સાવરકુંડલામાં કોંગ્રેસનાં બે આગેવાનોએ અપક્ષ તરીકે ભર્યા ઉમેદવારી ફોર્મ

શનિવાર, 18 નવેમ્બર 2017 (12:16 IST)

Widgets Magazine


 ગુજરાત વિધાનસભાની ચુંટણીને પગલે સૌરાષ્ટ્રમાં છવાયેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે ઉમેદવારીપત્રો ભરવાનાં ચોથા દિવસે વધુ ૨૩ ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યા હતાં. સાવરકુંડલામાં તો કોંગ્રેસનાં બે આગેવાનોએ બળવો કરીને તરીકે ઉમેદવારીપત્ર ભરી ચુંટણી જંગમાં ઝંપલાવતા ઉહાપોહ મચી ગયો છે. અમરેલી જિલ્લામાં આજે સાવરકુંડલામાં કોંગ્રેસમાં છેલ્લા ૨૫ વર્ષનાં કાર્યકર એડવોકેટ હિંમત બગડાએ પક્ષનાં નેતાઓની મનમાની અને પાયાનાં કાર્યકરોની કરાતી અવગણનાથી નારાજ થઈ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કોંગીની જુથબંધી બહાર આવી છે.

અમરેલી જીલ્લામાં આજે ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જેમાં લાઠી વિધાનસભાનાં આમ આદમી પાર્ટીનાં બે, એક અપક્ષ તેમજ સા.કુંડલામાં કોંગ્રેસનાં મંત્રિ હિંમતભાઈ દાનજીભાઈ બગડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ જિલ્લામાં આજે ત્રણ ઉમેદવારીપત્રો ભરાયા હતાં. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર બે અપક્ષોએ ઝંપલાવ્યું હતું. જયારે ધોરાજી સીટ ઉપર નવીન ભારત નિર્માણ મંચનાં ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. એ જ રીતે મોરબી જિલ્લામાં આજે બે અપક્ષોએ ઉમેદવારીપત્ર ભર્યા હતાં. પોરબંદર જિલ્લામાં બે બેઠકો ઉપર આજે આઠ ઉમેદવારીપત્રો ઉપડયા હતાં, પણ એકેય ભરાયું ન હોતું. જામનગર જિલ્લામાં આજે ૩૬ ફોર્મ ઉપડયા હતાં. જયારે જામનગર દક્ષિણ બેઠક ઉપર બે અપક્ષોએ ઉમેદવારીપત્ર ભર્યા હતાં. એ જ રીતે દવારકા જિલ્લામાં આજે ખંભાળિયા બેઠક પર બે અપક્ષો તથા દ્વારકા બેઠકમાં એનસીપીનાં ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા સીટ ઉપર અત્યાર સુધીમાં ૯૪ ફોર્મ ઉપડયા છે, પણ માત્ર તાલાલામાં જ બે ભરાયા છે. આજે એકપણ ફોર્મ ભરાયું ન હોતું. જૂનાગઢ જિલ્લામાં આજે ૨૫ ફોર્મ ઉપડયા હતાં અને વિસાવદર તથા કેશોદમાં બે ઉમેદવારીપત્ર ભરાયા હતાં. ભાવનગર જિલ્લામાં આજે બે ફોર્મ ભરાયા હતાં. જેમાં મહુવા બેઠક ઉપર સદભાવના મંચ તરફતી પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે બોટાદ બેઠક ઉપર એક અપક્ષે ફોર્મ ભર્યં હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો ઉપર આજે બે અપક્ષ ઉમેદવારોએ જયારે આંબેડકર સમાજ પાર્ટીમાંથી એક ઉમેદવારે લીંબડીની બેઠક ઉપર જયારે વઢવાણ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી જયેશ લાલજીભાઈ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દિલ્હીમાં મીટિંગ માટે બેસાડી રાખીને પાટીદાર સમાજનું અપમાન કરનાર કોંગ્રેસને પાટીદારોનું 24 કલાકનું અલ્ટિમેટમ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર બાંભણિયાએ શુક્રવારે કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ ...

news

હાર્દિકની સીડી વાયરલ થયા બાદ પત્રકાર પરિષદ કરનાર અશ્વિને પોલીસ પ્રોટેક્શન માંગ્યું

હાર્દિક પટેલના કથિત અશ્લીલ વીડિયો વાયરલ પ્રકરણમાં હાર્દિકે જે વ્યક્તિનું નામ લીધું છે તે ...

news

પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે બળવો,150 થી વધુ રાજીનામાં

વડોદરાની પાદરા બેઠક પર ધારાસભ્ય દિનેશભાઇ પટેલના નામ ને ફરીવાર ભાજપે રિપીટ કરતા સ્થાનિક ...

news

BJP એ જાહેર કર્યુ 70 ઉમેદવારોનું લીસ્ટ.. જાણો કોણ ક્યાથી લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ભારતીય જનતા પાર્ટીના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine