ગુજરાતમાં મતોનું ધૃવિકરણ રોકવા કોંગ્રેસના મક્કમ પ્રયાસો. નિવેદનબાજીમાં પણ કાળજી લેવાઈ

શુક્રવાર, 3 નવેમ્બર 2017 (16:12 IST)

Widgets Magazine
pk congress


વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એવો કોઇ મોકો આપવા નથી માંગતી કે જેથી ભાજપ મોટો મુદો બનાવી તેની વિરૂધ્ધ મતોનુ ધ્રુવીકરણ કરાવી શકે. આ માટે પ્રચાર દરમિયાન નિવેદનબાજીમાં પણ કાળજી રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ ખાસ કરીને લઘુમતીઓને લઇને ભારે સાવચેતીપુર્વક પગલા લઇ રહી છે આ જ કારણ છે કે રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન હજુ સુધી લઘુમતી સાથે જોડાયેલા મુદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પક્ષના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે આ અમારી એક રણનીતિનો હિસ્સો છે.

ગત લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ પક્ષ પોતાની છબી બદલવા માંગે છે. ગુજરાતમાં ૩૪ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા ૧પ ટકા છે. ગત ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણને કારણે આમાંથી ર૧ બેઠકો ભાજપે જીતી હતી. કોંગ્રેસને માત્ર ૧ર બેઠકો મળી હતી અને એક બેઠક એનસીપીના ખાતામાં ગઇ હતી. એવામાં આ વખતે કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી રહ્યુ છે. પક્ષમાં એ બાબત પર સહમતી છે કે, વર્તમાન બે ધારાસભ્યો ઉપરાંત કોઇ લઘુમતી ઉમેદવારને ઉતારવામાં ન આવે. પક્ષના એક નેતાના કહેવા મુજબ ગુજરાતમાં લઘુમતીઓ પણ મતોના ધ્રુવીકરણને રોકવાના અમારા પ્રયાસોને સમજી રહ્યા છે. આ જ કારણ છે કે રાહુલની યાત્રા અને રેલીઓમાં મોટીસંખ્યામાં લઘુમતીઓ ઉમટી રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ નહીં પણ પ્રવિણ રામ છે અસલ આંદોલનકારી, ભાજપે બેઠકનું આમંત્રણ આપ્યું

ફિક્સવેતનથી લઈને કર્મચારીના શોષણ મુદ્દે આંદોલન ચલાવનાર ગુજરાત જન અધિકાર મંચના પ્રવિણ ...

news

રાહુલે સરકીટ હાઉસના રસોયાના ઘરમાં રાત્રીનું ભોજન લીધું તો રસ્તામાં સેવ-ખમણી ઝાપટી

ગઇકાલથી દક્ષીણ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ...

news

અમિત શાહના પુત્ર જય શાહને 100 કરોડના બદનક્ષી કેસમાં હાઈકોર્ટેની નોટીસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે ધી વાયર ન્યૂઝ પોર્ટલ સામે કરેલા 100 ...

news

રાજકિય પક્ષોના પ્રવેશને લઈ મહેસાણાના દલિતોનો વિરોધ

દલિત સમાજે રાજકીય પક્ષોએ પ્રવેશ પર પ્રતિબંધ્ધ લાદતાં શહેરના 3 વિસ્તારોમાં ગુરૂવારે સાંજે ...

Widgets Magazine