હાર્દિકની સીડી વાયરલ થયા બાદ પત્રકાર પરિષદ કરનાર અશ્વિને પોલીસ પ્રોટેક્શન માંગ્યું

ashwin saksheriya
Last Modified શનિવાર, 18 નવેમ્બર 2017 (10:03 IST)

હાર્દિક પટેલના કથિત પ્રકરણમાં હાર્દિકે જે વ્યક્તિનું નામ લીધું છે તે સાંકડશેરિયાએ દિલ્હીમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. અશ્વિન સાંકડશેરિયાએ જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતાં પ્રોટેક્શન માગ્યું છે. ઉપરાંત તેણે લખેલા પત્રમાં આરોપોને પાયા વગરના ગણાવ્યા હતા અને સીડીની તપાસની માંગ પણ કરી હતી.

હાર્દિક પટેલનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોએ પાટીદાર સમાજ સહિત ગુજરાતના રાજકારણમાં ભારે હોબાળો જગાવ્યો હતો. આ વીડિયો અંગે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો વાયરલ કરનાર ભાજપ સાથે સંકળાયેલો છે અને હાર્દિક પટેલે આ વ્યક્તિની ભાજપના નેતાઓ સાથેની તસવીરો વાયરલ કરી હતી. અશ્વિન સાંકડશેરિયા કે જે વ્યક્તિએ અગાઉ હાર્દિક પટેલ હનીમૂન માટે મસૂરી ગયો હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી. હાર્દિક પટેલે અશ્વિનની જે તસવીરો વાયરલ કરી છે તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા નજરે પડે છે.
 
 
 


આ પણ વાંચો :