હાર્દિકની સીડી જાહેર કરનાર અશ્વિન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો ભાગીદાર હોવાના મેસેજ વાયરલ થયાં

mansukh with ashwin
Last Modified મંગળવાર, 14 નવેમ્બર 2017 (14:30 IST)


'પાસ'નાં કન્વીનર પટેલનો અંગત પળો માણતો સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આખા રાજ્યમાં ચૂંટણી સમયે રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે. આ સીડી બહાર પડી એ પછી સાકડશેરીયા નામના યુવાને અમદાવાદમાં પત્રકાર પરિષદ કરીને હાર્દિક પટેલ સામે ગંદા આક્ષેપો કર્યા હતા. અશ્વિને એવો દાવો પણ કર્યો કે, હાર્દિક પટેલે લગ્ન કરી લીધાં છે અને તે પોતાની કહેવાતી પત્નિ સાથે મસૂરી હનીમૂન કરવા ગયો હતો તેવો દાવો પણ અગાઉ અશ્વિને કર્યો હતો.

ashwin saksheriya

સુત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિકની આ સીડી અશ્વિન સાકડશેરીયાએ જ આપી હોવાનું મનાય છે. અશ્વિન સાકડશેરીયા તાજેતરમાં જ ભાજપમાં જોડાયો હતો. હાર્દિક પટેલે કહ્યું છે કે અશ્વિન હાલમાં દિલ્હીમાં રહે છે અને તાજેતરમાં ભાજપમાં જોડાયો હતો. આ સીડી કાંડ બાદ સોશિયલ મીડિયામાં અશ્વિન અંગેના જાતજાતનાં મેસેજ ફરતા થઈ ગયા છે. અશ્વિન સાકડશેરીયા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે ને તેમનાં નાણાંનો વહીવટ કરે છે તેવી વાતો પણ વહેતી થઈ છે. અશ્વિન ભાજપના ટોચના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જેવા કેટલાક મોટા નેતાઓ સાથે ભાગીદારીમાં ધંધો કરતો હોવાની વાત છે. ભાજપના કેટલાય નેતાઓ સાથેના તેના ફોટા પણ વાઇરલ થયા છે. ભાજપના ઈશારે જ તેણે હાર્દિકનો વીડિયો વારલ કર્યો હોવાની વાતો પણ વહેતી થઈ છે.


આ પણ વાંચો :