હાર્દિક પટેલની સીડીથી કોણે થશે નુકશાન ?

મંગળવાર, 14 નવેમ્બર 2017 (11:24 IST)

Widgets Magazine
hardik patel

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની વાતાવરણ ચરમ પર છે. ઠીક એવા સમયે એક વીડિયો સામે આવ્યો જેનાથી નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.  એવુ કહેવાય રહ્યુ છે કે આ વીડિયોમાં પાટીદાર નેતા છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે હાર્દિક એક અજાણી યુવતી સાથે રૂમમાં છે. 
 
એક બાજુ પાટીદર નેતા અશ્વિન પટેલનો દાવો છે કે જે વ્યક્તિનીને છોકરી સાથે બતાવ્યો છે કે એ હાર્દિક પટેલ જ છે.  જો કે હાર્દિક પટેલે આ વીડિયોને ખોટો કહ્યો છે. તેમણે કહ્યુ કે ગંદી રાજનીતિ હેઠળ મહિલાઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 
હાર્દિકે ગાંધીનગરમાં મીડિયાને કહ્યુ, "હુ વીડિયોમાં નથી. બીજેપી ગંદી રાજનીતિ હેઠળ મહિલાનો ઉપયોગ કરી રહી છે. 
 
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં રાજનીતિનુ વિજ્ઞાન ભણાવી ચુકેલા પ્રોફેસર ધનશ્યામ શાહ ચૂંટણી પહેલા આ પ્રકરના વીડિયો સામે આવતા હેરાન નથી થતા. તેમનુ કહેવુ છે કે પ્રદેશની રાજનીતિમાં સેક્સ સીડીનો ઉપયોગ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ આવી સીડીનો ઉપયોગ અનેક નેતાઓએ કર્યો છે. 
 
વર્ષ 2005માં બીજેપી નેતા સંજય જોશી પણ સેક્સ સીડી સ્કેંડલની ચપેટમાં આવ્યા હતા. જોકે પછી તેમણે મધ્યપ્રદેશ પોલીસને દોષમુક્ત કરાર આપ્યો હતો.  શાહનુ કહેવુ છે કે હાર્દિક પટેલના નુકશાનથી વધુ એ મહિલાની મર્યાદા પર કીચડ ફેંકવામાં આવી રહુ છે. 
 
જેને લઈને બીબીસીએ બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત અનેક સમાજવિજ્ઞાની સાથે પણ વાત કરી.  બધાનુ કહેવુ છે કે મહિલા સાથે જોવા મળતા વિવાદ ઉભો કરવો ખોટુ છે. 
 
ગુજરાત વિદ્યાપીઠમાં સમાજવિજ્ઞાન વિભગની પ્રમુખ આનંદીબેન પટેલનુ કહેવુ છે કે આવી ઘટનાઓ રાજનીતિમાં મહિલાઓને આવતા રોકે છે. તેમણે કહ્યુ કે જે મહિલાઓ સાર્વજનિક જીવનમાં ખુદને આગળ કરવા માંગે છે તેમનો વિશ્વાસ આવી ઘટનાઓથી તૂટે છે. 
 
ગુજરાત કોંગ્રેસની મહિલા મોરચાની પ્રમુખ સોનલ પટેલનુ કહેવુ છે કે વીડિયોથી મહિલાઓને અપમાનિત કરવામાં આવી છે.  તેમને કહ્યુ કે જો આ વીડિયોમાં હાર્દિક છે તો આ તેમનો પર્સનલ મામલો છે. 
 
સોનલે કહ્યુ કે હાર્દિકના વિરોધીઓને તેમના વિરુદ્ધ કોઈ બીજો મામલો ન મળ્યો તો તેઓ મહિલાનો ઉપયોગ કરી વીડિયો બનાવી રહ્યા છે. 
 
હાર્દિક પટેલે આ વીડિયો માટે બીજેપી પર આરોપ લગાવ્યો છે. જો કે ગુજરાત બીજેપીની ઉપાધ્યક્ષ જશુબેન કોરાતે આ આરોપોનુ ખંડન કર્યુ છે. તેમણે કહુ કે કોઈપણ પાર્ટીની આવી હરકત સ્વીકાર્ય નથી. કોરાત સૌરાષ્ટ વિસ્તારમાં બીજેપીની મુખ્ય નેતા છે. તેમણે વીડિયો રજુ કરવાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના ઘરોમાં બન્યા રહસ્યમયી નિશાન... મુસલમાનોમાં ડર

ગુજરાતના અમદાવાદ શહેરના પાલ્દી વિસ્તારના લોકો ભયભીત છે. અહી 10 મુસ્લિમ સોસાયટી અને હિન્દુ ...

news

રાહુલ ગાંધીએ ખેતરમાં જઈને ખેડૂતોની વેદના સાંભળી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેઓ એક પણ ...

news

ગુજરાતમાં લગ્ન સિઝનને લઈને ચૂંટણીની તારીખ આગળ વધારવા માંગ કરાઈ - સુત્ર

ગુજરાતમાં ચૂંટણી ટાણે 25 હજારથી વધુ લગ્ન હોવાથી મતદાનમાં અસર થઈ શકે છે જે હેતું થી ભાજપ ...

news

ગુજરાતમાં લગ્ન સિઝનને લઈને ચૂંટણીની તારીખ આગળ વધારવા માંગ કરાઈ - સુત્ર

ગુજરાતમાં ચૂંટણી ટાણે 25 હજારથી વધુ લગ્ન હોવાથી મતદાનમાં અસર થઈ શકે છે જે હેતું થી ભાજપ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine