હાર્દિક પટેલનો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

hardik patel
Last Modified મંગળવાર, 14 નવેમ્બર 2017 (13:09 IST)

સોમવારે પાટીદાર નેતા હાર્દિકનો કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર થયો હતો. આ વીડિયો જાહેર થયા બાદ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. હવે ફરીવાર બીજો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો હાર્દિક પટેલે મૂંડન કરાવ્યા બાદનો હોવાનો જણાય છે. જ્યારે હાર્દિક સાથે યુવતી અને તેના અન્ય બે સાથીઓ પણ નજરે પડે છે. બીજા એક વીડિયોમાં હાર્દિક અને તેના સાથીઓ શરાબ પાર્ટી કરતાં જોવા મળે છે.
hardik patel

આ બીજા વીડિયોમાં જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેની સામે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, તેને આ વીડિયોથી કોઇ ફેર પડતો નથી. ઉપરાંત તેણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં હજુ આ પ્રકારના વધુ વીડિયો અને બદનામ કરતાં ઘણા ષડયંત્ર ભાજપવાળા બહાર લાવશે. સોમવારે વાયરલ થયેલા વીડિયો અંગે હાર્દિકે આ વીડિયોમાં પોતે નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમજ ભાજપને આ માટે દોષીત ઠેરવ્યો હતો. આ વિવાદમાં કોંગ્રેસે પણ ભાજપ પર હલકી કક્ષાનું રાજકારણ કરતા હોવાનો આરોપ લગાવીને હાર્દિકનો પક્ષ ખેંચ્યો હતો. જ્યારે એસપીજીના લાલજી પટેલે આ બાબતને સંપુર્ણપણે અંગત જીવન સાથે જોડાયેલી હોવાથી ટીપ્પણી કરવાની ના પાડી હતી. બીજી તરફ ભાજપએ આ મૂદ્દે હાર્દિકને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના પ્રમુખ અશ્વિન સાંકળશેરિયાએ કહ્યું કે, આ વીડિયો હાર્દિકનો જ છે. તેમણે પડકાર ફેંક્યો હતો કે, જો આ વીડિયો નકલી હોય તો હાર્દિક તેને આગામી ચાર દિવસોમાં સાબિત કરે નહીં તો તેને સાચો સાબિત કરવા માટેના તમામ પુરાવાઓ પોતે રજૂ કરશે.


આ પણ વાંચો :