ભાજપથી નારાજ નિતિન પટેલને હાર્દિક પટેલે ઓફર કરતા ખળભળાટ

શનિવાર, 30 ડિસેમ્બર 2017 (12:13 IST)

Widgets Magazine
hardkin nitin


રાજયમાં ફરી એક વખત ભાજપનું શાસન આવ્યુ છે. વિજયભાઈને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદે નીતિનભાઈ ફરીથી સત્તારૂઢ થયા છે. શપથવિધિ સુધી તો બધુ જ બરાબર ચાલ્યુ. પરંતુ ખાતાના ફાળવણી બાબતે નીતિનભાઈએ ભારે નારાજગી દર્શાવતા જબરો ડખ્ખો સર્જાયો છે. ગઈકાલે પણ તેઓ પોતાની ઓફીસે ગયા ન હતા અને તેમનો મોબાઈલ પણ નોરીપ્લાય અકિલા આવતો હતો. દરમિયાન ''પાસ''ના નેતા હાર્દિક પટેલે નીતિનભાઈને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરતા સનસનાટી મચી જવા પામી છે.

હાર્દિક પટેલે ન્યુઝ ચેનલોમાં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે જો નીતિનભાઈને અકીલા ભાજપમાં માન સન્માન મળતુ ન હોય તો અમારી સાથે જોડાઈ જાવ. સાથે મળીને ગુજરાતના સુશાસન માટે લડીશું. નીતિનભાઈ ૧૦ ધારાસભ્યો સાથે રાજીનામુ આપે તો કોંગ્રેસમાં સ્થાન આપવા રજૂઆત કરીશુ. કોંગ્રેસમાં તેને યોગ્ય સ્થાન અપાવીશું. ઉલ્લેખનીય છે કે આજે બોટાદમાં ''પાસ''ની શિબિર મળી રહી છે. જેમાં જયાં - જયાં હાર્દિકે સંમેલનો કર્યા હતા તે જગ્યાએ કોંગ્રેસની હાર થઈ છે. આ સહિત પરાજયનું કારણ શું? સહિતના મુદ્દે ચર્ચા થનાર છે. ત્યારે જ હાર્દિકે મોટુ નિવેદન આપી ખળભળાટ મચાવતા ચર્ચાએ જોર પકડ્યુ છે. હાર્દિકે ઉપમુખ્યમંત્રી નીતિનભાઈને કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નીતિનભાઈને ખાતાની ફાળવણી મામલે ભારે નારાજગી દર્શાવી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાજપથી નારાજ નિતિન પટેલ નીતિનભાઈ પટેલ નારાજગી ડેપ્યુટી સીએમ વિજય રૂપાણી ગુજરાત ચૂંટણી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાતના તાજા સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી ચૂંટણી ગુજરાત વિધાનસભા રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી Patidar હાર્દિક પટેલે ઓફર. Nitinbhai Patel Reshma Patel Junagadh Poling News Depy Cm Gujarat Gujarat Election News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મારા છિનવાયેલા ખાતા પાછા આપો નહી તો મંત્રી તરીકે રાજીનામું : નીતિન પટેલ

ગુરુવારે મળેલી પ્રથમ કબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા હતા, જેમાં નાયબ ...

news

હાર્દિકે પ્રોપર્ટી વસાવ્યાનો બાંભણિયાનો આક્ષેપ, હાર્દિકે આરોપો ખોટા ગણાવ્યાં

પાટીદારોના અનામત આંદોલનની શરૂઆતથી જ કન્વીનર હાર્દિક પટેલના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ હવે ...

news

ગુજરાતમાં ઘમાસાન...છીનવાયેલાં ખાતા પાછા નહીં અપાય તો મંત્રીપદેથી મારું રાજીનામું નિશ્ચિત - નીતિન પટેલ

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારમાં બધુ જ ઠીક લાગી રહ્યુ નથી. જાણવા મળ્યુ છે કે ત્રણ મહત્વના ...

news

ગુજરાત પોલીસને મળશે 100 રૂપિયાનું ઈનામ... બસ કરવુ પડશે આ કામ

નવા વર્ષ પર હંગામો કરનારા પર લગામ લગાવવા માટે ગુજરાત પોલીસે પ્લાન બનાવ્યો છે. જેના હેઠળ ...

Widgets Magazine