એનસીપીએ 10 ઉમેદવારો જીતાડવા હાર્દિકનો સહયોગ માંગ્યો, પ્રફૂલ પટેલે કરી બેઠક

ગુરુવાર, 2 નવેમ્બર 2017 (12:28 IST)

Widgets Magazine

prafful patel

એનસીપીના ગુજરાત પ્રભારી પ્રફુલ પટેલે ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલ સાથે બુધવારના રોજ એક કલાકથી વધુ ચાલેલી એક બેઠક યોજી હતી. જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપીના 10થી વધુ ઉમેદવારોને જીતાડવામાં હાર્દિક અને પાટીદાર સમાજનો સહયોગ માંગવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ 1 કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં પ્રફુલ પટેલએ હાર્દિક પાસે એનસીપીના કેટલાંક ઉમેદવારોને સમર્થન આપવાની વાત કરી હતી.

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એનસીપી 5 જેટલી બેઠકો પર જીત મેળવવા માટે વ્યૂહરચના ઘડી રહી છે. આ ઉપરાંત ઉતર ગુજરાતમાંથી પણ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવાર જીતે તે માટે હાર્દિક પાસેથી સહકાર માંગવામાં આવ્યો હતો. જો કે આ અંગે પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, આ એક ઔપચારિક બેઠક હતી. રાજ્યની સાંપ્રત સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પટેલે તેમજ હાર્દિક જણાવ્યું હતું કે, આગામી સમયમાં સાથે ચાલીને કામ કરીએ.જોકે, આ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, આ બેઠક મારા નિવાસસ્થાને થઈ હતી. ઔપચારિક વાતોની સાથે પાટીદાર સમાજને અનામત મળે તે અંગેની ચર્ચાઓ પણ થઈ હતી.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પીએમ મોદી આજે ગાંધીનગરની મુલાકાત લેશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માત્ર ત્રણ કલાક ...

news

ભરુચમાં વિદ્યાર્થીની સેલ્ફી લેવા માટે રાહુલ ગાંધીની બસ પર ચઢી ગઈ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શોને ભરુચમાં એકદમ રોકી દેવો પડ્યો હતો. બન્યું એવું ...

news

Top 10 Gujarati news - ટોપ 10 ગુજરાતી સમાચાર

ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના ઉંચાહારમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં એક મોટી દુર્ઘટના ...

news

UPના રાયબરેલીમાં NTPC બૉયલર વિસ્ફોટ, 22 થી વધુના મોત 100 ગંભીર રૂપે દઝાયા

ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના ઉંચાહારમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં એક મોટી દુર્ઘટના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine