બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (12:18 IST)

ભાજપમાં સાઈડલાઈન કરાયેલા નેતાઓની ઘરવાપસી, આંદોલનકારી ત્રિપુટીથી બચાવવા જયનારાયણ વ્યાસ મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  આ વખતે પાટીદાર અનામત આંદોલનથી લઈને OBC આંદોલન જેવા વિરોધો વકર્યા છે ત્યારે આ તમામ લોકો કોંગ્રેસને ટેકો જાહેર કરશે તો ભાજપાને બહુમતમાં ભારે નુકસાન પડી શકે તેમ છે આ કારણે જ જાણી જોઈને સાઈડ લાઈન કરી દીધેલા જયનારાયણ વ્યાસને ભાજપે ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. વર્ષો સુધી ભાજપમાં સક્રિય રહેલા નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને ચાર્ટડ એન્કાઉન્ટન્ટ યમલ વ્યાસને હાંસીયામાં ધકેલી દેવાયા હતાં.  કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહેલા અને વર્ષો સુધી ગુજરાત સરકારમાં સેવા આપનાર જયનારાયણ વ્યાસ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા પછી સરકાર અને સંગઠનમાંથી દુર થઈ ગયા હતાં. આવી જ સ્થિતિ યમલ વ્યાસની પણ હતી. આમ તો બંન્ને અટક વ્યાસ છે તે એક સંજોગ છે. પણ દોઢ દાયકા કરતા વધુ સમય રાજકિય વનવાસમાં રહ્યા પછી ભાજપને યાદ આવ્યું કે કોંગ્રેસ જે રીતે આક્રમક બની લડી રહી છે ત્યારે આંકડાની માયાજાળ સમજી શકે તેવા પ્રવક્તાની જરૂર છે. આમ તો બંન્ને નેતાઓ સંવેદનશીલ છે, ભાજપમાં હોવા છતાં જૂઠ્ઠું બોલી શકતા નથી અને તેઓ જે માનતા નથી તેવું બોલવામાં તેમને કષ્ટ તો પડવાનું છે. છતાં હવે તેમની પાસે પણ ભાજપની સાથે રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. જયનારાયણ વ્યાસ ટેક્નોક્રેટ હોવાથી સાથે તેમની પાસે ધર્મનું સારું વાંચન હોવાને કારણ લાબા સમયથી તેઓ ટેલિવિઝન ચેનલો ઉપર ધર્મના વિષય પર બોલી રહ્યા છે. હવે તેમને ફરી એકવાર રામભક્તોને બચાવવા માટે બોલવાનું છે.a