બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (11:59 IST)

કોંગ્રેસ દ્વારા કુલ 182માંથી 165 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા

કોંગ્રેસે ગત્ મોડી રાતે 76 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ અત્યાર સુધીમાં 182 બેઠકોમાંથી 165 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં 4 ધારાસભ્યોના પત્તા કપાયા અને 22ને રિપિટ કરવામાં આવ્યા છે. કોગ્રેસની પ્રથમ અને બીજી યાદી જાહેર કર્યા બાદ પણ હજી 17 નામો જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસે અગાઉથી નક્કી કરેલી રણનીતિ પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહર કરી છે. કોંગ્રેસ 76 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે.

પાટણ જિલ્લા પર હજી ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા નથી. સાત મહિલાઓને આપી ટિકિટ કોંગ્રેસે સાત મહિલાઓને ટિકિટ આપી છે. ગેની ઠાકોર, આશાબેન પટેલ, કામિનીબા રાઠોડ, પુષ્પાબેન ડાભી, શ્વેતા બ્રહ્મભટ્ટ, ચંદ્રિકાબેન બારિયા, કપિલાબેન ચાવડાને ટિકિટ આપી છે. 14 બેઠકો ઉપર ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી વિરમગામ, થરાદ, દીયોદર, ઈડર, રાધનપુર, ચાણસ્મા, ગાંધીનગર ઉત્તર, ધોળકા, વટવા, બાપુનગર, જમાલપુર, અસારવા, વાધોડિયા, ઝાલોદ બેઠકો પર નામ જાહેર કરાયા નથી. પાટણ જિલ્લામાંથી માત્ર એક બેઠક પર નામની ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જે 16 નામો જાહેર કરવામાં આવ્યા નથી. કોંગ્રેસે છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યું છે. તેથી આ 16 બેઠકો પૈકી વાઘોડિયા, મોરવાહરફ, ઝાલોદ તેમને ફાળવવામાં આવી છે. બાકી 13 બેઠકો પર ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર કરવાના રહેશે. તે બેઠકો પર ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા જણાવી દેવાયું છે. કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરાશે. આમ, કોંગ્રેસ દ્વારા કુલ 182માંથી 165 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસ બીજા તબક્કાના મતદાન માટે જે ઉમેદવારો પસંદગી કરવામાં આવી છે તે આ પ્રમાણે છે. 
ગેનીબેન ઠાકોર - વાવ 
નાથાભાઈ પટેલ - ધાનેરા 
કાંતિભાઈ કરાડી - પાલનપુર 
ગોવાભાઈ રબારી - ડીસા 
દિનેશ ઝાલેરા - કાંકરેજ 
ડો.કિરીટ પટેલ - પાટણ 
રામજી ઠાકોર - ખેરાલૂ 
આશાબેન પટેલ - ઊંઝા 
મહેશ પટેલ - વિસનગર 
ભરત ઠાકોર - બેચરાજી 
રમેશભાઈ ચાવડા - કડી 
જીવાભાઈ પટેલ - મહેસાણા 
નાથાભાઈ પટેલ - વિજાપુર 
કમલેશ પટેલ - હિંમતનગર 
અશ્વિન કોટવાલ - ખેડભ્રમ્હા 
અનિલ જોષિયારા - ભીલોડા 
રાજેન્દ્રસિંહ ઠાકોર - મોડાસા 
ધવલસિંહ ઝાલા - બાયડ 
મહેન્દ્રસિંહ બારૈયા - પ્રાતિંજ 
કામિનીબા રાઠોડ - દહેગામ 
ગોવિંદ ઠાકોર - ગાંધીનગર સાઉથ 
સુરેશભાઈ પટેલ - માણસા 
બલદેવજી ઠાકોર - કલોલ 
પુષ્પાબેન ડાભી - સાણંદ 
શશિકાંત પટેલ - ઘાટલોડિયા 
મિહિર શાહ - વેજલપુર 
વિજય દવે - એલિસબ્રિજ 
નીતિન પટેલ - નારણપુરા 
ઈન્દ્રવિજય સિંહ ગોહિલ - નિકોલ 
ઓમપ્રકાશ તિવારી - નરોડા 
બાબુભાઈ માંગુકિયા - ઠક્કરબાબા નગર 
અરવિંદસિંહ ચૌહાણ - અમરાઈવાડી 
ગ્યાસુદ્દીન શેખ - દરિયાપુર 
શ્વેતા બ્રહ્મભટ્ટ - મણિનગર 
શૈલેષ પરમાર - દાણીલિમડા
જીતુભાઈ પટેલ - સાબરમતિ 
પંકજ પટેલ - દશક્રોઈ 
રાજેશ કોળી - ધંધુકા 
ખુશમાનભાઈ પટેલ - ખંભાત 
રાજેન્દ્રસિંહ પરમાર - બોરસદ 
અમિતભાઈ ચાવડા - અંકલાવ 
કપાલિબેન ચાવડા - ઉમરેઠ 
કાંતિભાઈ પરમાર - આણંદ 
નિરંજન પટેલ - પેટલાદ 
પુનમભાઈ પરમાર - સોજીત્રા 
સંજય પટેલ - માતર 
જીતેન્દ્ર પટેલ - નડિયાદ 
ગૌતમભાઈ ચૌહાણ - મહેમદાબાદ 
ઈન્દ્રજીતસિંહ ઠાકોર - મહુધા 
કાંતિભાઈ પરમાર - ઠસારા 
કલુભાઈ ડાભી - કપડવંજ 
અજીત ચૌહાણ - બાલાસિનોર 
પ્રણંજય દિત્યા પરમાર - લુણાવાડા 
ગેંદાલભાઈ ડામોર - સંતરામપુર 
દુષ્યંતસિંહ ચૌહાણ - શહેરા 
રાજેન્દ્રસિંહ પટેલ - ગોધરા 
પ્રધ્યુમનસિંહ પરમાર - કાલોલ 
ઉદેસિંહ બારિયા - હાલોલ 
રઘુ મછ્છર - ફતેપુરા 
મહેશ તડવી - લિમખેડા 
વજેસિંગભાઈ પાંડા - દાહોદ 
ચંદ્રિકાબેન બારૈયા - ગરબાડા 
ભરતસિંહ વખેલા - દેવગઢબારિયા 
સાગર પ્રકાશ કોકો ભ્રહ્મભટ્ટ - સાવલિ 
સુખ્રમભાઈ રાઠવા - જેતપુર 
ધિરુભાઈ ભીલ - સંખેડા 
સિદ્ધાર્થ પટેલ - ડભોઈ 
અનિલભાઈ પરમાર - વડોદરા 
નરેન્દ્ર રાવત -સયાજીગંજ 
રણજીત ચૌવાન - અકોટા 
ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ - રાવપુરા 
પુર્વેશ બોરેલે - મંજાલપુર 
જસપાલસિંહ ઠાકોર - પાદરા 
અક્ષય પટેલ - કરજણ 
પ્રધ્યુમનસિંહ પરમાર - કાલોલ