Widgets Magazine
Widgets Magazine

PM Modi live Video -મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી

બુધવાર, 29 નવેમ્બર 2017 (11:47 IST)

Widgets Magazine
modi live

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી રાત્રે રાજકોટમાં રાત્રિરોકાણ કર્યું હતું. આજે બુધવારે સવારે મોરબી સભા માટે રવાના થયા હતા. ત્યારબાદ પ્રાંચી, પાલીતાણા અને નવસારીમાં સભા ગજવશે. વડાપ્રધાનના સ્વાગત માટે વિજયભાઇ રૂપાણી, શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર ડો.જૈમન ઉપાધ્યાય એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન ખુદ પ્રાચારમાં ઉતર્યા છે. રાજકોટથી તેઓ મોરબી સભા માટે રવાના થઇ મોરબી પહોંચી ચૂક્યા છે. મોદીએ સભા સંબોધનમાં જણાવ્યું હતું કે, કેમ છો બધા, લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે મોરબી આવ્યો હતો. કોણ જાણે કેમ મોરબી સાથેનો મારો નાતો હંમેશા રહ્યો છે. મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલના દાદી ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.
 
- આજે મોરબીનુ નામ વિશ્વમાં ચમકે છે. છે. સુખ દુખમાં હુ મોરબી સાથે રહ્યો છુ. 
- માત્ર વચન આપે છે.  હોનારત સમયે ઈન્દિરા ગાંધી મોરબી આવ્યા હતા ત્યારે નાકે રૂમાલ બાંધીને ભાગતા હતા 
- કોંગ્રેસનુ મોડલ હેંડપંપ.. એક હંડપંપ પર બે બે ચૂંટણી જીતી જાય છે 
- મોરબીને ઉભુ કરવામાં અમે કોઈ કસર છોડી નથી..  ગુજરાતમાં પાણીની કમી દૂર કરવા માટે અમે ગુજરાતમાં પાણી માટે તળાવ ખોદાવ્યા.. કેનાલોનુ કામ કર્યુ.. અમે પહેલા ગુજરાતમાં પાણીની કમી દૂર કરવા માંગતા હતા.. કારણ કે ગુજરાત એકવાર પાણીદાર થઈ જશે તો દુનિયાને પાણી બતાવી દેશે.. 
-  ગુજરાતમાં ગરમી પણ એટલી જ પડે.. ગુજરાતમાં ખેડૂતોનુ પાણી વરાળ બનતુ અટકાવવા સૌની યોજના લાવ્યા.. કરોડો રૂપિયા પાણી પર લગાવ્યા.. આજે 110 ડેમ ઉભા થયા છે..  આજે એક લાખ 30 હજાર હેક્ટર ગુજરાતની ધરતીને પાણીની ગરજ સારે છે

-  હુ જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે પ્રધાનમંત્રીને વારંવાર કહેતો કે મારા ખેડૂતોને યૂરિયા આપો યૂરિયા આપો.. પણ મને યૂરિયા આપ્યુ નહી.. યૂરિયાનુ નીમ કોટિંગ કર્યુ.. જે કેમિકલના કારખાનામાં મફતમાં જતુ હતુ.. આ બધુ બંધ થઈ ગયુ એથી મોદી વિરુદ્ધ લોકો રઘવાયા થઈ ગયા છે.. મોદીએ બધા દરવાજા બંધ કર્યા તેથી તેમના વકરા પાણી બંધ થઈ ગયા.. 
 
- આજે  હિન્દુસ્તાનમાં ક્યાક યૂરિયા માટે રાડ પડતી નથી કારણ કે અમે ચોરી રોકી છે.. અમારો ખેડૂત જે પકવે છે તેની મૂલ્ય વૃદ્ધિ થાય .. મગફળી વહેચે તો ઓછા પૈસા મળે પણ મગફળીમાંથી તેલ કાઢીને તે વેચે તો વધુ પૈસા મળે..  કપાસિયા આમ જ વહેંચે તો  ઓછા પૈસા મળે પણ કપાસિયાનુ તેલ કાઢીને વહેચે તો વધુ પૈસા મળે.. અમે ખેડૂતોને મૂલ્ય વૃદ્ધિનો રસ્તો બતાવ્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat Election 2017 - ગુજરાતના રણમાં આજે મોદી V/S રાહુલ, સોમનાથમાં થશે આમનો-સામનો

ગુજરાતમાં આજે મેગા રેલીયોનો મેગા શો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આજે સૌથી કાંટાનો મુકાબલો ...

પીએમએ આશાપુરા માતાના મઢે દર્શન કર્યા, પ્રોટોકોલ તોડી દર્શનાર્થીઓને મળ્યા

પીએમએ આશાપુરા માતાના મઢે દર્શન કર્યા, પ્રોટોકોલ તોડી દર્શનાર્થીઓને મળ્યા

news

Gujarat election 2017-હાર્દિક-ક્રાંગ્રેસની રાજનીતી- પોતાની માને ડાકણ કોણ કહે(Video)

Gujarat election 2017-હાર્દિક-ક્રાંગ્રેસની રાજનીતી- પોતાની માને ડાકણ કોણ કહે

news

સ્થિતિ કફોડી થતી હોવાની વિજય રૂપાણીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

સીએમ રુપાણીની એક કથિત ઓડિયો ક્લિપ સોમવારથી વ્હોટ્સએપ પર ધડાધડ શેર થઈ રહી છે. આ ઓડિયો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine