મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 2 નવેમ્બર 2017 (16:59 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 154 નરેન્દ્ર મોદી આપશે વોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજનાર છે. ભાજપે ઘણી વખત ચૂંટણી મોદી બ્રાન્ડને ઇનકેશ કરાવ્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ આવું જ કંઇક આવું જ થવાનું છે. આ વખત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આશરે 154 વોટર્સ નરેન્દ્ર મોદીના નામથી છે. આ 154 વોટર્સ નરેન્દ્ર મોદીના નામથી છે. આ 154 નામોમાં પીએમ નરેન્દ્ર મોદી પણ વોટર લિસ્ટમાં સામેલ છે.  PM મોદીના ડુપ્લિકેટ પણ આ સમયે ખૂબ જ ડિમાન્ડમાં છે. આ પ્રકારે જે લોકોનું નામ નરેન્દ્ર મોદી છે એ લોકો પોતાના નામ પર ગર્વ કરી રહ્યા છે. પીએમ મોદી હવે ગુજરાતના સાંસદ નથી, એ પોતાનો વોટ રાણીપ મતદાન ક્ષેત્રથી નાંખશે.

પીએમ મોદી સાથે કુલ 154 નરેન્દ્ર મોદી પણ આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. એક સમય હતો કે જ્યારે રાજકીય પાર્ટીઓ રણનીતિ હેઠળ વોટર્સને કન્ફ્યૂઝ કરવા માટે એક જેવા નામ વાળા ઉમેદવારોને ટિકીટ આપતી હતી.  પીએમ નરેન્દ્ર મોદીનું નામ અમદાવાદ જિલ્લાના વોટર લિસ્ટમાં છે. આ લિસ્ટમાં નરેન્દ્ર મોદીના નામથી સૌથી વધારે મતદારો છે. શહેરમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે કુલ 49 વોટર્સ આ નામથી છે. લિસ્ટમાં સૌથી વધારે નામ વાળો બીજો મહેસાણા જિલ્લો છે. જ્યાં ચૂંટણી પંચ અનુસાર નરેન્દ્ર મોદીના નામથી 24 વોટર્સ આ લિસ્ટમાં છે. ભરૂચ જિલ્લો આ બાબતે ત્રીજા નંબર પર અને સુરત ચોથા નંબર પર છે. ભરૂચમાં 16 અને સુરતમાં 15 નરેનદ્ર મોદી વોટ કરશે.