શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસના કયા નેતાઓ નડ્યા અને કેમ નડ્યાં? - (See Video)

શનિવાર, 22 જુલાઈ 2017 (15:53 IST)

Widgets Magazine


શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને જ કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં કહ્યું હતું કે છેલ્લા 24 કલાક પહેલા જ પાર્ટીમાંથી મને કાઢી મુક્યો છે. જ્યારે કોંગ્રેસે પણ સામે જવાબ આપતાં કહ્યું હતું કે બાપુ જે બોલ્યાં છે તેવું કશું જ થયું નથી. આ તો હાલની વાત થઈ પણ બાપુએ આખરે રાજીનામું આપવું પડ્યું એનું મુળ કારણ શું હોઈ શકે એ વિચારવા જેવી બાબત બની ગઈ છે. હાલમાં રાજકિય પંડિતો ફરીવાર હવામાં આવ્યાં છે અને અવનવા તિકડમો દ્વારા ચર્ચાઓ ચાલવા માંડી છે. તેમાંની એક ચર્ચા અને ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચાઈ રહી છે. જેનાથી બાપુ ખરેખર વેતરાઈ ગયાં હોય એવું દ્રશ્ય સામે આવી શકે છે. 
congress

ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નરહરિ અમીન, પૂર્વ ગૃહપ્રધાન નરેશ રાવલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાગર રાયકા જેવા નેતાઓની ટિકીટો કપાઈ હતી અને આ ટિકીટો કપાતા અસંતષ્ઠ નેતાઓએ કોંગ્રેસ સામે બળવો પણ પોકાર્યો હતો. પૂર્વ ગૃહપ્રઘાન નરેશ રાવલે તો એ સમયે અસંતુષ્ઠ નેતાઓ અને કર્યકરોના સંમેલનમાં તો ખુલ્લે આમ કહ્યું હતું કે કોંગ્રેસના મહેનતું અને કદાવર નેતાઓની ટિકીટો કાપવા પાછળ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા જેવી ચંડાળ ચોકડીનો હાથ છે. તેમજ આ ટિકીટોની કાયદેસર પૈસા લઈને વહેંચણી કરવામાં આવી છે. ત્યારે હાલની તારીખમાં જે થઈ રહ્યું છે એના પરથી રાજકિય પંડિતો એવું ચર્ચી રહ્યાં છે કે આ અસંતુષ્ઠ નેતાઓ પાંચ વર્ષ સુઘી કંઈ નહીં બોલ્યા અને માત્ર રાજકારણનો એક તમાશો જોતા રહ્યાં પણ હવે ફરીવાર ચૂંટણી નજીક આવતાં તેમણે ચૂપચાપ દિલ્હી હાઈકમાન્ડની કાનભંભેરણી કરીને શંકરસિંહના રાજકિય સત્તાના હાથ કાપી નાંખવા ભારે પ્રયત્નો કર્યાં છે. શંકરસિંહ સહિતના નેતાઓએ આ અસંતુષ્ઠ અને મુળ કોંગ્રેસી નેતાઓની ટિકીટો કાપીને પોતાના જુના પક્ષ એટલે કે રાજપાના કાર્યકરો ( વિજાપુર - પી.આઈ.પટેલ)ને ટિકીટો ફાળવી દીધી હતી. જેની દાજ અસંતુષ્ટોમાં હવે નિકળી રહી છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News Congress Leader Naresh Rawal

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Rain in Ahmedabad photo - 5 ઈંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર, સીએમ રૂપાણી કંટ્રોલ રૂમ દોડી ગયા, અમદાવાદ સહિત 10 સ્ટેટ હાઈવે બંધ

મધ્યપ્રદેશ અને કચ્છમાં લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને ...

news

CAG રિપોર્ટ - ભારતીય સેના પાસે હથિયારોની કમી.. ફક્ત 10 દિવસ સુધી જ યુદ્ધ લડી શકે છે !!

ડોકલામમાં ચીન સાથે વિવાદ અને વધતો તનાવ અને બીજી બાજુ કાશ્મીરમાં પાકિસ્તાન સાથે એલઓસીને ...

news

શંકર સિંહ વાઘેલાએ કોંગ્રેસના બધા પદો પરથી રાજીનામુ આપવાનુ એલાન કર્યુ.. કોઈ પાર્ટીમાં નહી જોડાય

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે. રાજ્યમાં કોંગ્રેસના સૌથી ...

news

વાઘેલાના ચાલુ વિવાદ સાથે કોંગ્રેસને બીજો ઝટકો, અંબિકા સોનીનુ મહાસચિવ પદ પરથી રાજીનામુ

કોંગ્રેસની મુશ્કેલીઓ દિવસો દિવસ વધતી જ જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine