ભાજપમાં આ વખતે કેટલાય મોટા માથાની ટિકીટો કપાશે

ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (12:00 IST)

Widgets Magazine
namo amit


ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના ટોચના નેતાઓમાં વ્યગ્રતા વધતી જાય છે. ભાજપના જ સૂત્રોની માનીએ તો આ વખતે મોટી સંખ્યામાં કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના ખરાબ પરફોર્મન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને દરવાજો બતાવી દેવાની તૈયારીમાં છે. વળી, આ વખતે ભાજપે થોડા કોંગ્રેસના ધારાસભ્યો માટે પણ જગ્યા કરવાની છે. પાર્ટીમાં ગણગણાટ બંધ કરવા માટે પાર્ટી આ મુદ્દાને શકય તેટલો ગુપ્ત રાખવામાં આવે છે. પરંતુ ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે. 

ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શકયતા છે. ભાજપે 'ગરજશે ગુજરાત'નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શકયતા છે. જો કે હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય સ્તરેથી આ કેમ્પેઈનને કિલયરન્સ આપવામાં નથી આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે એડવર્ટાઈઝમેન્ટ કેમ્પેઈન ડિઝાઈન કર્યું છે જેની ટેગ લાઈન હશે 'ગરજશે ગુજરાત'. આ કેમ્પેઈન ટૂંક જ સમયમાં લોન્ચ થશે. ભાજપના ગુજરાત રાજયના પ્રમુખ જિતુ વાઘાણીએ જણાવ્યું, 'અમે ટૂંક જ સમયમાં આ કેમ્પેઈન લોન્ચ કરવાના છે આથી આ અંગે હાલમાં વધુ વિગતો આપવી યોગ્ય નથી, પરંતુ આ એક આક્રમક કેમ્પેઈન હશે.'Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના દરિયામાં ડિપ્રેશનથી 400 બોટ સંપર્ક વિહોણી, 9 ખલાસીઓ લાપતા થયા

ગુજરાતમાં હાલમાં દરિયામાં વરસાદને કારણે માછીમારોને નહીં જવાની સૂચના અપાઈ છે. ત્યારે ...

news

મુંબઈમાં ત્રણ માળની બિલ્ડિંગ ઢસડી પડી 7ના મોત, અનેક લોકો ફંસાયા હોવાની આશંકા

દક્ષિણી મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક ત્રણ માળની બિલ્ડિંગ ઢસડી પડી છે. આ ઈમારત જેજે ...

news

ઓપરેશન ટેબલ પર પડેલ ગર્ભવતીની સર્જરી દરમિયાન પરસ્પર લડતા રહ્યા ડોક્ટર, નવજાતનુ મોત

રાજસ્થાનના જોધપુરમાં એક ગર્ભવતી મહિલાની સર્જરી દરમિયાન બે ડોક્ટરો વચ્ચે વિવાદ થયો. આ ...

news

હવે રોબૉટ પણ આપશે બાળકોને જન્મ

નમસ્કાર સમાચાર જરા હટ કે મા આપનુ સ્વાગત છે.. મિત્રો વિજ્ઞાન આજે એટલુ આગળ વધી ગયુ છે કે ...

Widgets Magazine