ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓબીસી સમાજમાં વોટબેન્ક બનાવવા મથામણ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (12:49 IST)

Widgets Magazine


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ દ્વારા આગામી લોકસભાની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે હવે એવું લાગે છે કે ભાજપે તાજેતરમાં ઓબીસી કેટેગરી માટે જે નિર્ણય લીધો તે માત્ર એક ચૂંટણીની લોલીપોપ નહીં પણ ઓબીસી મતો માટે લીધો હોય તેવું રાજકિય ચર્ચામાં સાંભળવા મળી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક નિવેદનમા સંકેત આપ્યા હતા કે તે હવે OBCના અધિકારોના મુદ્દાને ઉઠાવશે.

તેમણે કોંગ્રેસ પર પછાત જાતિઓ સાથે અન્યાય કરવાનો આરોપ પણ મુક્યો હતો. લાગી રહ્યું છે કે પાર્ટી 2017ની વિધાનસભાની ચૂંટણી માટે પાટીદાર અને સવર્ણો સિવાય અન્ય સમાજનો સપોર્ટ અને વોટ બેન્ક ઉભી કરવાનો પ્રયત્ન કરી રહી છે. OBCના મુદ્દાને પાર્ટી ચૂંટણીનો મુદ્દો બનાવી શકે છે. અમિત શાહે આરોપ મુક્યો હતો કે, બેકવર્ડ ક્લાસિસ કમિશનને સંવિધાનિક સ્ટેટસ આપવાની ભાજપની પહેલને કોંગ્રેસ દ્વારા રોકવામાં આવી હતી. વડાપ્રધાન સમાજનું કલ્યાણ ઈચ્છે છે. હવે આ સમાજના કરોડો વોટર્સે કોંગ્રેસને વળતો જવાબ આપવો જ જોઈએ. અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, પાર્ટી નર્મદા ડેમનું નિર્માણ સમાપ્ત કરવાની તેની સફળતાને હાઈલાઈઠ કરશે અને ઓબીસી અધિકારોને પર પણ ફોકસ કરશે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કહે છે કે, ભાજપ ઈલેક્શનમાં પાટીદારોની અવગણના કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ તે નહીં કરી શકે. જો પાટીદાર સમાજને મહત્વ આપવામાં નહીં આવે તો પાટીદારો પણ પોતાનો પાવર ભાજપને બતાવી દેશે.પોલિટિકલ સાયન્સના પ્રોફેસર રહી ચુકેલા દિનેશ શુક્લા કહે છે કે, પાટીદારોના વિરોધને કારણે 2015ના પંચાયત ઈલેક્શનમાં ભાજપને જે ફટકો પડ્યો હતો, તેનાથી તેમણે ચોક્કસપણે કંઈક શીખ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓબીસી સમાજ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Obc Gujarat Bjp Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat Vidhansabha Election Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરેશ પ્રભુના રાજીનામા પર બોલ્યા જેટલી, પીએમ કરશે નિર્ણય

એક પછી એક થઈ રહેલ રેલ દુર્ઘટના પછી રેલમંત્રી સુરેશ પ્રભુએ પ્રધાનમંત્રીને પોતાના ...

news

પૂર રાહત ફંડ માટે ગુજરાત સરકારની નજર કેન્દ્ર તરફ, 4700 કરોડ રૂપિયા માંગશે

ગુજરાતમાં આવેલ ભયાનક પૂરના કારણે થયેલા જાન-માલના નુકસાન માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર ...

news

સમગ્ર દેશની સરખામણીએ ગુજરાતમાં ખ્રિસ્તીઓ, મુસ્લિમોમાં છૂટાછેડાનું સૌથી વધુ પ્રમાણ

મતભેદ અને મનભેદને કારણે લગ્નજીવનનો અકાળે અંત આવી જતો હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ...

news

જાણો ગુજરાતમાં ભાજપ 150 સીટોનો ટાર્ગેટ કેવી રીતે પુરો કરશે. શું છે તેનો Master Plan

ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અગાઉ ભાજપ આગામી ચૂંટણીમાં 150 બેઠકોનો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine