Widgets Magazine
Widgets Magazine

સમાજના હક માટેની લડાઈ લડવામાં સૌનો સાથ મળશે તો તાકાત વધશે - હાર્દિક પટેલ

બુધવાર, 1 નવેમ્બર 2017 (12:13 IST)

Widgets Magazine

hardik patel

સરદાર જયંતી નિમિત્તે મંગળવારે રાત્રે કડીમાં યોજાયેલી થ્રી-ડી સભાને સંબોધતાં હાર્દિક પટેલે જણાવ્યું કે, આ લડાઈ સ્વાભિમાનની છે. સમાજના ભોગે અમારે કોઈના સાથે રહેવું નથી, અમને અનામત જોઈએ બસ એક જ વાત છે.  તંત્રની મંજૂરી વિના 3-ડી સભા યોજાતાં આચારસંહિતાનો ભંગ થતાં તંત્રના અધિકારીઓએ ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મંગળવારે સાંજે નાનીકડી એસપીજી કાર્યાલયથી સ્વાભિમાન બાઈક રેલીને એસપીજી પ્રમુખ લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.

પાલિકા કચેરી, સરદાર પટેલ સોસાયટી અને માર્કેટયાર્ડ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને દૂધ અને પાણીથી સાફ કરી ફુલહાર પહેરાવી જય સરદાર અને જય પાટીદારના નારા લગાવ્યા હતા. રેલી પરત ફરતાં એસપીજી કાર્યાલય સામેના મેદાનમાં હાર્દિક પટેલની 3-ડી સભા યોજાઇ હતી. જેમાં હાર્દિકે પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. નાના મોટા વેપારીઓની જીએસટીના કારણે દયનીય હાલત થઈ છે. જીએસટીની કડીના કોટન અને જિનિંગ ઓઈલમિલ ઉદ્યોગો પર પણ માઠી અસર થઇ છે. અમદાવાદના પાસ કન્વીનર નચીકેત મુખીએ સરદારના નામે રાજકારણ કરવાનું બંધ કરવા જણાવી પાટીદારોને સ્ટેજ પર બેસાડતા એ આવડે છે અને ઉતારતા પણ આવડે તેમ જણાવ્યું હતું.  કડી મામલતદાર પટેલે જણાવ્યું કે, સ્વાભિમાન બાઇક રેલીને મંગળવારે સવારે મંજૂરી આપી છે, પરંતુ હાર્દિક પટેલની 3-ડી સભાને મંજૂરી આપી નથી. તેમ છતાં આયોજકોએ રાત્રે નાનીકડી એસપીજી કાર્યાલય ખાતે સભા યોજી છે. આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવા કવાયત હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી ફરિયાદ નોંધાઇ ન હતી.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીના પોસ્ટરો ફાડતાં પોલીસ ફરિયાદ થઈ

ગુજરાતમાં ભાજપ અને પાટીદારો વચ્ચે ચાલતું રાજકારણ ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ વધુ ...

news

ભાજપના 46 ધારાસભ્યોનું પત્તુ કપાશે, અમિત શાહે લિસ્ટ તૈયાર કર્યું

ભાજપના સ્ટાર પ્રચારક મોદીની ગેરહાજરીમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીનો જંગ મુશ્કેલ બની રહ્યો ...

news

ગુજરાતમાં ચૂંટણી પહેલા GSTમાં સુધારો કરી શકે છે મોદી સરકાર

ગુજરાત ચૂંટણી એક દમ નિકટ છે. 22 વર્ષથી રાજ્યની સત્તા પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટી આ ...

news

PHOTOS - બારડોલીમાં જય શ્રી ગણેશ નામની એસી પાનની દુકાનનું ઉદઘાટન ફિલ્મોના જાણીતા ખલનાયક શિવા દ્વારા સંપન્ન

આજકાલ દરેક વ્યવસાય મોડર્ન થઈ રહ્યો છે તો પાનની દુકાન કેમ એમાંથી બાકાત રહે. તાજેતરમાં સુરત ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine