Widgets Magazine
Widgets Magazine

કોંગ્રેસના બળવાખોર નેતા બાબુ મેઘજી સહિત ૧૫ કોંગ્રેસીઓ પક્ષમાંથી સસ્પેન્ડ

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (12:28 IST)

Widgets Magazine
congress

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાંય અસંતુષ્ટ કોંગ્રેસીઓએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝૂકાવ્યુ છે. કોંગ્રેસના જ ઉમેદવારો સામે ચૂંટણી લડતા બળવાખોરોને સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કોંગ્રેસે પૂર્વ નાણાંમંત્રી બાબુ મેઘજી શાહ સહિત કુલ મળીને ૧૫ કોંગ્રેસીઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. અમદાવાદમાં વટવાના મ્યુનિ.કોર્પોરેટર અતુલ પટેલ,નરોડામાં કશ્યપ રાજકુમાર,ઘાટલોડિયામાં બુધાજી ઠાકોર,અસારવામાં લલિત રાજપરાને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં છે.

પ્રદેશ ડેલિગેટ માવજીભાઇ પટેલ થરાદ મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તેમને પણ સસ્પેન્ડ કરાયાં છે. પ્રાંતિજમાંથી રાજેન્દ્રસિંહ ઝાલા,હિંમતનગરમાંથી ચંદ્રકાન્ત પટેલ,કાંકરેજમાંથી લેબુંજી ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. લુણાવાડા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન રતનસિંહ રાઠોડ,બેચરાજીમાંથી કિરીટ પટેલ,ખેરાલુમાંથી મુકેશ દેસાઇ,પંચમહાલના મોરવાહરફમાંથી ભૂપત ખાંટને કોંગ્રેસે ઘરનો રસ્તો દેખાડી દીધો છે. હજુય ઘણાં બળવાખોરો પર કોંગ્રેસે નજર રાખી છે. તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, પક્ષવિરોધી પ્રવૃતિ કોઇપણ ભોગે ચલાવી નહી લેવાય. ચૂંટણીમાં પક્ષને નુકશાન કરનારને બક્ષવામાં આવશે નહીં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પ્રથમ તબક્કાનો પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો

ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટ માટેનો પ્રચાર આજે સાંજે 5 વાગે પૂરો થશે આમ છતાંય ગુજરાત ...

news

કોંગ્રેસની સત્તા આવે તો પરેશ ધાનાણી સીએમ પદના દાવેદાર - હાર્દિક પટેલ

હાર્દિક પટેલે અમરેલીમાં જાહેર સભામાં નિવેદન કર્યુ હતુ કે, અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર ...

news

દરેક રાજ્યમાં બનશે આદિવાસીઓનું મ્યૂઝિયમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જાહેરસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને ગુજરાત ...

news

ગુજરાતના રાજકારણમાં નવો ધડાકો, હાર્દિક પટેલના નવા પાંચ કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં,

ગુજરાતના રાજકારણમાં નવો ધડાકો, હાર્દિક પટેલના નવા પાંચ કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine