શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શનિવાર, 9 ડિસેમ્બર 2017 (15:03 IST)

અત્યાર સુઘીમાં 32 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ મોરબીમાં 39 ટકા મતદાન

આ વર્ષની ચૂંટણીમાં શાતિમય માહોલમાં મતદાન થઈ રહ્યું છે, તે સાથે આ વખતે મતોની સંખ્યા પણ જબરજસ્ત ગતિએ આગળ વધી રહી છે. મતદાન મથકો પર સવારથી એટલે કે મતદાન શરુ થાય તે પહેલાથી લોકોએ લાઈનો લગાવી દીધી હતી અને આ લાઈનો ઓછી નથી થઈ રહી. ઘણી જગ્યાઓ પર લોકોએ એ મત આપવા માટે લાંબો સમય સુધી રાહ જોવી પડી રહી છે. અત્યાર સુધીમાં 32 ટકા મતદાન થયું છે.મતદાનના આંકડામાં અત્યારે મોરબી જિલ્લો સૌથી આગળ છે

જેમાં 39 ટકા મતદાન થયું છે. મોરબીની સાથે નર્મદામાં 21% અને ભરુચમાં 25% મતદાન થયું છે. વિસાવદરમાં 31 ટકા મતદાન, સાવરકુંડલામાં 27 ટકા મતદાન થયું.જ્યારે કેશોદમાં 29 ધારીમાં 30.53, માણાવદરમાં 32 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાયના જિલ્લાઓમાં પણ 20થી 25 ટકા જેટલું મતદાન થયું છે.મતદાનના માત્ર 4 કલાકની અંદર આટલું ભારે મતદાન થયું છે તેના કારણે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાની ચિંતા વધી શકે છે. કારણ કે જ્યારે પણ મોટા પ્રમાણમાં મતદાન થાય ત્યારે પરિણામ ધાર્યા કરતા અલગ જ આવતા હોય છે.આજે સવારે EVMની ખામી સિવાય મતદાન શાંતિમય માહોલમાં થઈ રહ્યું છે. મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે, લોકો સવારે ઘરના કામ પતાવીને પછી મતદાન માટે જતા હોય છે પણ આજે લોકોએ કામને આજનો દિવસ ગૌણ રાખીને પહેલા મતદાન કરવાનું પસંદ કરી રહ્યા છે