રાહુલ ગાંધીને ટેમ્પલ રન ફળ્યું . 27 મંદિરોના દર્શનથી 47 બેઠકો મળી

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (12:53 IST)

Widgets Magazine

rahul gandhi

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા અને રાજ્યમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. જો કે કોંગ્રેસનું પણ નવસર્જન જોવા મળ્યું એવું કહેવું ખોટું નહીં ગણાય. ગુજરાતમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વ કાર્ડ અપનાવ્યું અને મંદિરે મંદિરે ફરીને એક મોટા વોટ બેન્કને મેળવવામાં સફળ રહી. ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ 85 દિવસોમાં 27 મંદિરોમાં માથું ટેક્યું. રાહુલ ગાંધી મંદિરે મંદિરે જતા હતાં અને ભાજપના ધબકારા વધતા હતાં. ભાજપ સતત રાહુલ ગાંધીના મંદિરે જવા ઉપર હોબાળો મચાવતી રહી. અનેકવાર તેમના હિન્દુ હોવા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. 
 
વિવાદ એટલો વધ્યો કે જનોઈ ઉપર વાત આવી ગઈ. પરંતુ રાહુલ ગાંધીએ સોફ્ટ હિન્દુત્વના રસ્તાને છોડ્યો નહીં અને સતત મંદિરમાં દર્શન કરતા રહ્યાં.  રાહુલ ગાંધી ક્યારેક દ્વારકા જતા તો ક્યાક અંબાજી મંદિર, સોમનાથ મંદિરે ગયા તો વીર મેઘમાયા મંદિરે પણ માથું ટેકાવ્યું. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ કે રાહુલના મંદિર જવાનો સીલસીલો વધતો ગયો. બંન્ને તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી સતત મંદિરે દર્શન કરતા રહ્યાં અને ભાજપમાં ખળભળાટ વધી ગયો. વિરોધીઓ સવાલ ઉઠાવ્યાં કે રાહુલ ગાંધી મસ્જિદ કે મજાર પર કેમ નથી જતા. અનેક જગ્યાએ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને સીએમ ઉમેદવાર બનાવવાના પોસ્ટર પણ લાગ્યાં જેથી કરીને કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ છોડે. અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધુ છે કે રાહુલ ગાંધીને મંદિર જવાનો ફાયદો થયો છે. ગુજરાતમાં મંદિર પ્રભાવિત 87 બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે 47 ગઈ છે. 
 
બનાસકાંઠામાં આવેલા આ મંદિરના દર્શન માટે રાહુલ ગાંધી ઉપરાંત પીએમ મોદી પણ ગયા  હતાં. આ મંદિરની ગુજરાતની 30 વિધાનસભા બેઠકો પર અસર છે જેમાંથી 19 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે જ્યારે ભાજપને માત્ર 11 મળી છે.  ગુજરાતના દ્વારકા જિલ્લામાં ભગવાન કૃષ્ણનું આ મંદિર હિન્દુ ધર્મના ચાર ધામોમાંથી એક ગણાય છે. આ મંદિર ગુજરાતના 3 જિલ્લાઓની 9 બેઠકો પર પ્રભાવ ધરાવે છે. અહીં પણ રાહુલે મંદિરોમાં દર્શન કરીને ભાજપના હાથમાંથી 5  બેઠકો પડાવી જ્યારે ભાજપના હાથમાં 3 બેઠકો આવી. સૌરાષ્ટ્રના ગિર સોમનાથ જિલ્લાનું આ મંદિર ભગવાન શંકરને સમર્પિત છે. આ મંદિરમાં રાહુલ ગાંધી દર્શન માટે આવ્યાં તો ત્યાં તેમણે બિનહિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધણી કરાવતા હોબાળો મચ્યો. જો કે કોંગ્રેસને આ જિલ્લાના તમામ ચાર બેઠકો પર જીત મળી. અત્રે જણાવવાનું કે વર્ષ 2012માં ભાજપને અહીંથી 3 બેઠકો જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી હતી. 
ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત સ્વામીનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર ખુબ પ્રખ્યાત છે. આ મંદિરમાં રાહુલ ગાંધી અને પીએમ મોદી ઉપરાંત પણ દર્શન માટે ગયા હતાં. મંદિરનો આસપાસની 33 બેઠકો પર પ્રભાવ છે. રાહુલને અહીં પણ ફાયદો મળ્યો. તેમણે 17 બેઠકો કબ્જે કરી. જ્યારે ભાજપને 16 બેઠકો મળી. ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત વીર મેઘમાયા મંદિરમાં રાહુલ ગાંધી દર્શન કરવા માટે બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન પહોંચ્યા હતાં. આ મંદિર મહેસાણા અને પાટણની 11 બેઠકો પર અસર ધરાવે છે. અહીં પણ કોંગ્રેસને ફાયદો થયો. પાર્ટીને 6 બેઠકો મળી જ્યારે ભાજપને 5 મળી.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સૌરાષ્ટ્રમાં ૪૮માંથી ૨૮ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય, માત્ર ૧૯ બેઠકો પર ભાજપ જીત્યું

ગુજરાતમાં ભલે સત્તાસ્થાને ભાજપ આવ્યો હોય, સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડયો છે અને ...

news

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં કુલ ૨૮ પૈકી ૨૨ ભાજપ અને ૬ બેઠકો પર કોંગ્રેસની જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ ...

news

મધ્ય ગુજરાતમાં કુલ ૩૪ માંથી ભાજપને ૨૧, કોંગ્રેસને ૯ અને બે બેઠક અપક્ષે જીતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં ભાજપને ૩૪માંથી ૨૧ બેઠક મળી છે. જયારે કોંગ્રેસે ...

news

૩ મહિનામાં રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણીઃ આ વખતે પણ હાઈવોલ્ટેજ ડ્રામા ખેલાવાની શક્યતા

ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ૪ સભ્યો અરૂણ જેટલી, પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા અને ...

Widgets Magazine