શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (12:17 IST)

કોંગ્રેસના નેતાઓને અચાનક અમદાવાદ બોલાવાતા આશ્ચર્ય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રસના કેટલાક પ્રમુખ અને કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ફરિયાદ બાદ આજે અચાનક તમામને અમદાવાદ બોલાવવામા આવ્યા છે. આજે બપોરે બે વાગ્યે ગુજરાત વિધાનસભાની ચુંટણી લડેલા કોગ્રસના તમામ ઉમેદવારો સાથે શહેર અને જિલ્લા કોગ્રેસના પ્રમુખોને અમદાવાદ ખાતે તાબડતોબ બોલાવાયા છે. ઉમેદવારો પાસે વિગતો લઈને ચુંટણી અંગેની સમીક્ષા કરવા માટે કોગ્રેસે કવાયત શરૃ કરી છે. કોગ્રેસમાં અચાનક થયેલા આવા આયોજનના કારણે પરિણામ બાદ કંઈ નવાજુની થાય તેવી અટકળ તેજ થઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે છેલ્લી ઘડીએ મેન્ડેટ અપાતા પ્રદેશ કોગ્રેંસના નેતાઓ અને ઉમેદવારો વચ્ચે કોઈ પ્રકારનું સંકલન થયું ન હતું. વિધાનસભાની ચુંટણી દરમિયાન સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કેટલાક નેતાઓ અને કાર્યકરોએ ઉમેદવારોને હેરાન કર્યા હોવાની પણ ફરિયાદ થઈ હતી. આવા પ્રકારની અનેક ફરિયાદ બહાર આવતાં પ્રદેશ કોગ્રેસે સુરતના ૧૨ સહિત ગુજરાતમાં ચુંટણી લડતા તમામ ઉમેદવારોને આજે બપોરે બે વાગ્યે અમદાવાદ તેડાવ્યા છે. ઉમેદવારો સાથે જિલ્લા અને શહેર કોગ્રેસના પ્રમુખને પણ બોલાવ્યા હોવાથી ફરિયાદનું સામ સામે નિરાકરણ થાય તેવી ગણતરી પણ થઈ રહી છે. પરિણામ પહેલા  કોગ્રેસના ઉમેદવારો અને પ્રમુખોને અચાનક અમાદાવાદ બોલાવાતા પરિણામ કોંગ્રેસની અપેક્ષાથી વિપરિત આવે તો કોંગ્રસમાં મોટા પાયે નવાજુની થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.