રાજકોટમાં વિજય રૂપાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કર્યું પરિવાર સાથે મતદાન

vijay rupani
Last Modified શનિવાર, 9 ડિસેમ્બર 2017 (11:08 IST)

વિધાનસભાની ચૂંટણીનું મતદાનનો આજે પહેલો તબક્કો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારે સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. જ્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે એસ્ટ્રોન સોસાયટીમાં આવેલી એપી કન્યા છાત્રાલય ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચી ગયા છે.

નરેશ પટેલ પત્ની અને પુત્ર શિવરાજ સાથે મતદાન કરવા પહોંચી ગયા છે. 68 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાએ પણ મતદાન કર્યું હતું. જેતપુર બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ જામકંડોરણાની શાળામાં મતદાન કર્યું, મતદાન પૂર્વે શ્રીફળ વધેર્યું હતું. 
 
 
 


આ પણ વાંચો :