શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (12:16 IST)

પાટીદાર આંદોલનના 14 યુવાનોના મોતનો જવાબદાર હાર્દિક - આનંદીબેન

અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન સમયે લાખોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા અને ત્યાર બાદ થયેલા તોફાનોમાં જે 14 પાટીદાર યુવાનો મોતને ભેટ્યાં હતાં તેમના મોત અંગે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આ મોત પાછળ હાર્દિક પટેલ જવાબદાર છે. જો તેણે આંદોલન ના કર્યું હોત તો આ લોકોના મોત ના થયાં હોત. આનંદીબેનના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ તેમના આ નિવેદનથી ભારે ટીકાઓ થઈ રહી છે. હજી બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે યોજાવાનું છે ત્યારે પાટીદારોના ગઢ સમાન મહેસાણા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભાજપને નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની ટીમ 14 પાટીદારોના મોતની જવાબદાર સરકાર હોવાનું જણાવી રહી છે.