કોંગ્રેસની અનામત આપવાની વાત પર પાટીદાર ધાર્મિક સંસ્થા-આંદોલનકારીઓ આમને સામને

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (13:12 IST)

Widgets Magazine


કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પાટીદાર-બિન વર્ગને અનામત આપવાના વચન સામે પાટીદારોની ધાર્મિક સંસ્થાઓએ સવાલો ઉભા કર્યાં છે. રાજકીય સોદાબાજી ખાતર આંદોલનકારીઓ અને પાટીદારોમાં ભાગલા પડાવી રહ્યાં છે તેવો આક્ષેપ કરાયો છે. ગંદી રાજનીતિથી આંદોલનકારી-કોંગ્રેસ પાટીદારોમાં ભાગલા પડાવે છે,પાટીદાર ધાર્મિક સંસ્થાઓની બેઠક મળી અમદાવાદમાં ઉમિયામાતા-સિદસર,ખોડલધામ,વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન,ઉમિયામાતા સંસ્થાન-ઉંઝા,સરદાર ધામ સહિતની પાટીદાર ધાર્મિક સંસ્થાઓની એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પાટીદારોને અનામત આપવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બેઠકના અંતે પત્રકાર પરિષદ સંબોધતા પાટીદાર કોર કમિટીના અધ્યક્ષ સી.કે.પટેલે એવો સવાલ ઉભો કર્યો કે, સુપ્રિમકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી હરિશ સાલ્વે એવો મત વ્યક્ત કર્યો છે કે, ૫૦ ટકાથી વધુ અનામતનો લાભ મળી શકે નહીં, તો શા માટે આંદોલન થઇ રહ્યું છે. કોંગ્રેસે કયા આધારે પાટીદારોને અનામતના વચનો આપી રહી તે સમજાતુ નથી. અનામતના બહાને પાટીદારોના નામે રાજકીય પક્ષોને સમર્થન આપવા ધાર્મિક સંસ્થાઓ સંમત નથી. ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે પાટીદારોને આગળ ધરી આંદોલનકારીઓ અને કોંગ્રેસ બંન્ને રાજકીય રોટલો શેકી રહ્યા છે. પાટીદાર ધાર્મિક સંસ્થાઓ શૈક્ષણિક સંકુલો, સામાજીક ભવનો, હોસ્પિટલો થકી સમાજ સેવાના કામો કરે છે. આંદોલનકારીઓના નિર્ણયથી ધાર્મિક સંસ્થાઓ સંમત નથી. વિધાનસભાની ચૂંટણીમાં સમાજના નામે ટિકિટો મેળવી કહેવાતા આંદોલનકારીઓ અંગત રાજકીય સ્વાર્થ ખાટી રહ્યાં છે. વાસ્તવમાં આંદોલનકારીઓ પાટીદારોમાં ભાગલા પડાવી રહ્યાં છે. આમ, ફરી એકવાર પાટીદાર આંદોલનકારી-પાટીદાર ધાર્મિક સંસ્થાઓ આમને સામને આવી ગઇ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

૧૦ પાટીદાર સંસ્થાઓ હાર્દિકથી અલગ થતાં ભાજપને રાહતનો શ્વાસ

પાટીદાર સમાજની ૧૦ મોટી ધાર્મિક સંસ્થાઓએ ગઇકાલે ફરી એક વખત એક મંચ ઉપર એકઠા થયા હતા. ...

news

ભાજપનો 150નો ટાર્ગેટ અશક્ય - પ્રફૂલ પટેલ

આગામી 9 ડિસેમ્બર ના રોજ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે ભાજપ ...

news

ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનો ખતરો ટળ્યો, હજી દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા આદેશ

ઓખી વાવાઝોડાની અસર તળે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી ...

news

ગોંડલમાં હાર્દિકના રોડ શોમાં કોંગ્રેસના કાર્યકરો જોડાતાં વિવાદ

પાસ કન્‍વિનર હાર્દિક પટેલનો મંગળવારે ગોંડલ પંથકમાં રોડ શો યોજાયો હતો. જેમાં ગોંડલના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine