ભાગ્યેજ જોવા મળતા સાંસદ પરેશ રાવલે પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો

paresh raval
Last Modified મંગળવાર, 14 નવેમ્બર 2017 (14:34 IST)

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ મતદારોને મળી પ્રચાર કાર્યનો આરંભ કરાયો હતો. રવિવારે અમદાવાદ પૂર્વ લોકસભાનાં સાંસદ દહેગામ વિસ્તારમાં આવતાં ન હોવાથી ચૂંટણી ટાણે જ આવતાં પ્રજાના રોષનો ભોગ ન બનવુ પડે તે માટે તાલુકાના અગ્રણીઓએ કડાદરા, ઘમીજ જેવા ભાજપના બહુમતી સમર્થન ગામોની જ મુલાકાત કરાવી હતી.

જયાં ત્રણેક કલાક ડોર ટુ ડોર જઇ પરત રવાના થયા હતા.અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં દહેગામ વિધાનસભાનો સમાવેશ થાય છે. આ બેઠક પર હરિન પાઠક ચૂંટાઇ આવતાં હતા અને તેમની લોકપ્રિયતા પણ હતી, હજી પણ અંકબંધ છે. તેમને લોકસભામાં ટિકીટ ન આપી કલાકાર પરેશ રાવલને ટિકીટ અપાઇ હતી. તે સમયે દહેગામ શહેર અને તાલુકા ભાજપના કાર્યકરોએ વિરોધ પણ કર્યો હતો. અગ્રણીઓએ તાલુકામાં ભાજપ સમર્થિત બહુમતીવાળા ગણાતાં કડાદરા ગામ અને ઘમીજ ગામે પ્રચાર અર્થે લઇ ગયા હતા. રસ્તામાં કરોલી ગામ ખાતે ભાજપના આગેવાનોએ સન્માન કરી આગળ રવાના કર્યા હતા.


આ પણ વાંચો :