બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માત્ર ચૂંટણી પ્રચાર માટે? શ્રાદ્ધમાં આ પ્રોજેક્ટનું કામ સવાલો ખડા કરે છે

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:04 IST)

Widgets Magazine


અમદાવાદ-મુંબઇ વચ્ચેનો પ્રોજેક્ટ જોરશોરથી ગાજી રહ્યો છે. તેનું ભૂમિપૂજન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે પરંતુ આ એક એવો પ્રોજેક્ટ છે કે જેનું શરીર છે પણ આત્મા જ નથી..!! સરળ શબ્દોમાં કહીએ તો બુલેટ માટે ગુજરાતમાંથી કેટલી જમીન સંપાદન થઇ, કયા અધિકારીની નિમણૂક કરાઇ, સમગ્ર પ્રોજેક્ટની ઓફીસ ક્યાં છે વગેરે જેવા અનેક મુદ્દાઓનો જવાબ સરકાર પાસે નથી. સામાન્ય સંજોગોમાં રાજકીય નેતાઓ ચૂંટણીનું ફોર્મ ભરવા માટે માત્ર વિજયી મૂર્હુત પસંદ કરતા હોય છે ત્યારે આટલા મોટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન શ્રાધ્ધાનાં ખરાબ ગણાતા દિવસોમાં કરાઇ રહ્યું છે એ પણ આશ્ચર્યજનક બાબત છે. ભૂમિપૂજન થાય એનો સીધો સાદો અર્થ એવો નીકળે છે કે, આગળનું બધું ક્લિયર છે. હવે ખોદકામ કરી પ્રોજેક્ટને આગળ ધપાવાશે. પણ આ પ્રોજેક્ટમાં તો હજુ ગુજરાત સરકારનાં કોઇ અધિકારીની પણ નિમણૂક કરાઇ નથી. કેન્દ્ર સરકારમાંથી સંપર્ક કરવો હોય તો કોને કરે ? રેલવે અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે મધ્યસ્થીનું કામ કરનારા અધિકારી પણ નિમાયા નથી. કેન્દ્ર સરકારમાંથી સંપર્ક કરવો હોય તો કોને કરે ? રેલવે અને કેન્દ્રનાં અધિકારીઓ વચ્ચે મધ્યસ્થીનું કામ કરનારા અધિકારી પણ નિમાયા નથી. ઉપરાંત ડીટેઇલ સ્ટડી રીપોર્ટ, સર્વે રીપોર્ટ અને ફીજિબીલીટી રીપોર્ટ તૈયાર થયો છે કે કેમ ? તૈયાર થયો હોય તો મંજૂર થયો છે કે નહીં તેની પણ સરકારી તંત્રને ખબર નથી. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ૨૦૨૨માં પૂરો કરવાની વાત છે તો દર વર્ષે કેટલું કામ થશે ? એ બાબત પણ હવામાં છે. જમીન સંપાદન કરવા માટેનું પ્રાથમિક જાહેરનામું પણ બહાર પડાયું નથી તો ભૂમિપૂજન બાદ હવે સીધું ખોદકામ કઇ રીતે અને ક્યારથી ચાલુ થશે ? બુલેટ ટ્રેન માટેનું કોઇ અલગથી ડિવિઝન બનાવાયું નથી. ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોઇ, મતદારોને આકર્ષવા માટેની જ આ જાહેરાત છે. વાસ્તવમાં પ્રોજેક્ટ ખરેખર ક્યારે પૂરીપૂર્ણ થશે તે વિશે કોઇ કશું જ બોલવા સુધ્ધાં તૈયાર નથી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપને હરાવવાના સંકલ્પ સાથે હાર્દિક પટેલ 182 ગાડીઓ સાથે સોમનાથ યાત્રાએ જવા રવાના થયો,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે પાસના આગેવાનો 182 ગાડીઓ સાથે ...

news

જાપાનની પ્રથમ મહિલા અકી આબેએ અંધજન મંડળ સંસ્થામાં ચાલતા જાપાની મેડિકલ મેન્યૂઅલ થેરેપી કાર્યક્રમની જાણકારી મેળવી

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાથે તેમનાં પત્ની ...

news

જાણો બુલેટ ટ્રેન બાદ મોદી ગુજરાતમાં કયા પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે

નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ઓબેએ આખરે બુલેટ ટ્રેનનું ભૂમી પૂજન કર્યું. પણ હવે ...

news

સિદી સૈયદની જાળીની ઉત્તમ કોતરણીથી બન્ને મહાનુભાવો પ્રભાવિત

જાપાનના વડા પ્રધાન શ્રી શિન્ઝો આબે અને શ્રીમતી આબે તેમજ ભારતના વડાપ્રધાન શ્રી ...

Widgets Magazine