ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ શિવસેનાના ઉમેદવારે ડિપોઝીટ પેટે 10 હજારની પરચુરણ આપી

શનિવાર, 25 નવેમ્બર 2017 (11:59 IST)

Widgets Magazine
shiv  sena


પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક માટે શિવસેનાના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. આ ઉમેદવારે ડિપોઝીટ રૂપે ચલણી સિક્કા આપતાં અધિકારીઓને ખાલી ગણતાં જ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક માટે  શિવસેના પક્ષ તરફથી લાલાભાઇ ગઢવીએ ભરીને પ્રાન્ત અધિકારીને સુપ્રત કર્યું હતુ. ઉમેદવારી પત્રની સાથે ડીપોઝીટ પેટે ભરવા આવતી રકમ નોટમાં નહીં પણ ચલણી સિક્કા સ્વરુપે ઢગલો કરી દેતા ત્યાં ઉપસ્થિત સ્ટાફ તેમજ અધિકારીઓ અચંબામાં પડી ગયા હતા.  ત્યારબાદ મામલતદાર કચેરીના કર્મચારીઓનો સ્ટાફ આ ચલણી સિક્કા ગણવાના કામે લાગ્યો હતો.

આ સિક્કા ગણતા કર્મચારીઓને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.આ અંગે લાલાભાઇ ગઢવીએ જણાવ્યુ કે. મેં નોટબંધીના વિરોધમાં સિક્કા આપવાનું નકકી કર્યુ. બીજુ કે આ દેશ તો કેશલેશ છે તો ડીપોઝીટ શા માટે રોકડમાં? તેવા પણ સવાલો ઉઠાવ્યા હતા. મને કેશ નથી આપવી એટલે મેં રોકડ વ્યવહારના વિરોધ પેટે ડીપોઝીટમાં સિક્કા આપ્યા છે. વધુમાં તેમને ચૂંટણીમા શિવસેનાનો વિજય થશે તેવો મત પણ વ્યકત કર્યો હતો. અત્રે નોંધનીય છેકે આ વખતે શહેરા વિધાનસભા બેઠક માટે ભાજપ,કોગ્રેસ ,શિવસેના વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઉમેદવારી ફોર્મ શિવસેનાના ઉમેદવાર ડિપોઝીટ રૂપે ચલણી સિક્કા લાલાભાઇ ગઢવી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Kejriwal Bjp Congress Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Gujarat Congress Ahemd Patel 2017 Latest News Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

BJP ની આ મહિલા નેતાએ પોતાના જ પતિને FB પર ધમકી આપી

ભાજપે આજે જાહેર કરેલી ઉમેદવારોની પાંચમી યાદીમાં 13 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ...

news

હાર્દિકની કથિત સેક્સ સીડી અંગે આ શુ બોલી ગયા સંજય જોશી

સેક્સ સીડીને કારણે હાર્દિક બદનામ થઈ એકલો પડી જશે તેવી ગણતરી હતી, પણ તેવુ કઈ જ થયુ નહીં. ...

news

કાંગ્રેસ આવશે તો સાંભળશે મનની વાત -રાહુલ ગાંધી

કાંગ્રેસ આવશે તો સાંભળશે મનની વાત -રાહુલ ગાંધી

news

સીએમ રૂપાણી પાટીદારોના ખોફને કારણે રાજકોટ પશ્ચિમ સહિત અકોટા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ

ગુજરાતમાં હાલમાં ભાજપ પ્રત્યે પાટીદારો રોષે ભરાયા છે કે નહીં તે ચૂંટણીનું પરિણામ બતાવશે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine