ગુજરાતમાં આ વખતે ૬૮૭ 'થર્ડ જેન્ડર' મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે

શનિવાર, 4 નવેમ્બર 2017 (12:52 IST)

Widgets Magazine


third gender
વિધાનસભાની આગામી ચૂંટણીમાં ૪.૩૩ કરોડ નાગરિકો પોતાના બહુમૂલા કરવાના છે. આ વખતે ૪.૩૩ કરોડમાંથી ૬૮૭ મતદાતાનો 'અન્ય' વિભાગ એટલે કે થર્ડ જેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે વિભાગમાં આવતા મતદારોનું પ્રમાણ માત્ર ૧૭૬ હતું. આમ, આ વખતે તેમાં અંદાજે પાંચ ગણો વધારો નોંધાયો છે તેમ પણ કહી શકાય. આ વખતે અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૧૦૧ મતદાતા થર્ડ જેન્ડરમાં સામેલ છે.

અમદાવાદ જિલ્લમાંથી નરોડામાં સૌથી ૨૨, વેજલપુર-બાપુનગરમાંથી ૧૧-૧૧, ધંધુકામાંથી ૭, સાબરમતી-વીરમગામ-ઠક્કરબાપા નગરમાંથી ૬-૬ મતદાતા થર્ડ જેન્ડરમાં છે. આ સિવાયના મતક્ષેત્રમાં સાણંદ-નિકોલમાં ૪, અમરાઇવાડી-દરિયાપુરમાં ૩-૩, અસારવા-એલિસબ્રિજ-નારણપુરા-મણિ
નગરમાં બે-બે જ્યારે ઘાટલોડિયા-ધોળકા-દસ્ક્રોઇ, જમાલપુર ખાડિયા-વટવામાં ૧-૧ મતદાતાએ થર્ડ જેન્ડર કેટેગરીમાં પોતાને સામેલ કર્યા છે. બીજી તરફ કચ્છ, ડાંગ, વલસાડ, ગીરસોમનાથ એવા જિલ્લા છે કે જ્યાં થર્ડ જેન્ડર વિભાગમાં કોઇ મતદાતા નથી. જે નાગરિક પોતાને પુરુષ કે મહિલામાં સામેલ કરવા માગતો ન હોય તેમને 'અન્ય'માં ગણવાની સૌપ્રથમ શરૃઆત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે કરવામાં આવી હતી. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૭૬ નાગરિકોએ તેમને 'અન્ય'માં સામેલ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં અમદાવાદમાંથી ૭નો સમાવેશ થતો હતો. આ વખતે અમદાવાદમાં આંક વધીને ૧૦૧ થયો છે. અમદાવાદ બાદ વડોદરામાં થર્ડ જેન્ડર કેટગેરીમાં આવતા હોય તેવા ૭૭ મતદાતા છે. વડોદરામાંથી રાવપુરામાં સૌથી વધુ ૩૬, અકોટામાં ૨૩, કરણજણમાં ૧૨ મતદાતા થર્ડ જેન્ડરમાં આવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ડખો થતાં કોંગ્રેસે ૬૦ બેઠકોમાં ફરીથી સર્વે કરાવવો પડયો

કોંગ્રેસમાં ઉમેદવારી પસંદગી પ્રક્રિયા વધુ તેજ બનાવાઇ છે પણ હજુ સુધી મૂરતિયા શોધવાનો મેળ ...

news

હું તમારો વિશ્વાસ જીતવા આવ્યો છું ખોટા વાયદા કરવા નહીં - સુરતમાં રાહુલ ગાંધીનો હૂંકાર

પાટીદારોના ગઢ ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં રાહુલ ગાંધીએ વિશાળ માનવ મેદનીને સંબોધી હતી. ...

news

અમદાવાદ એરપોર્ટ પર મોદીની વેપારીઓ સાથે ગુપ્ત મીટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામની રજત જયંતીના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં ...

news

મૉરિશસમાં CM યોગી આદિત્યનાથ સામે થયુ ત્રિરંગાનુ અપમાન

મોરીશસ પ્રવાસ પર ગયેલ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ એક ટ્વીટ પછી યૂઝર્સના નિશાના ...

Widgets Magazine