શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:22 IST)

મત મેળવવા માટે સોફ્ટહિંદુત્વ નહીં ચાલે, શંકરસિહનો કોંગ્રેસ પર કટાક્ષ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક નથી ચૂકતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેકવારની ગુજરાતની મુલાકાતો દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા છે. આ મામલે ભાજપ તરફથી અનેક કટાક્ષ કરવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી છૂટા પડી પોતાના અલગ પક્ષની સ્થાપના કરનાર વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આ પણ આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસની નીતિ પર પ્રહારો પણ કર્યા હતા. 

શંકરસિંહ વાઘેલાએ ટીવીના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીની મંદિર મુલાકાતો અંગે કહ્યું હતું કે, મંદિર મુલાકાતોનો શ્રેય નરેન્દ્રભાઇને જાય છે. તેમણે કોંગ્રેસને માઇનોરિટી બનાવી દીધું. કોંગ્રેસ પાસ એક માત્ર ઓફિશિયલ સપોર્ટ મુસ્લિમોનો હતો, તેમણે એનાથી ભાગવું નહોતું જોઇતું. મુલસમાન કાર્યકર્તાઓ હોય કોંગ્રેસના અને તેમના પારંપરિક પરિધાનમાં હોય એનાથી વાંધો ન થવો જોઇએ. કોંગ્રેસે આ વાતને છુપાવવાની જરૂર નથી. મંદિરમાં જાઓ સારી વાત છે, મસ્જિદમાં પણ જાઓ. પરંતુ મત લેવા માટે સોફ્ટ હિંદુત્વ કામ નહીં આવે. કાગડો હંસની ચાલ ચાલે તો ના કાગડો રહેશે ના હંસ, એવી કોંગ્રેસની હાલત થઇ જશે. શંકરસિંહ વાઘેલાનો આ વીડિયો ભાજપના આઇટી સેલના હેડ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.