અમે 150નો ટાર્ગેટ પુરો કરીને બતાવીશું - રૂપાણી

vijay rupani
Last Modified ગુરુવાર, 9 નવેમ્બર 2017 (12:42 IST)
 

વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે આજે સીએમ વિજય રૂપાણી, અમિત શાહ, વી.સતિષ, સામપિત્રોડા, મધુસૂદન મિસ્ત્રી સહિત ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વડોદરાની મુલાકાતે છે. સીએમ વિજય રૂપાણી આજે વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં  નાગરિકો સાથે જનસંપર્ક કર્યો હતો. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, અમે આ ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવીને કોંગ્રેસને ઉખાડીને ફેંકી દઇશું. 

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, જાતિવાદની રાજનિતી રમી રહ્યુ છે તે અમે નહીં ચલાવી લઇએ અને પ્રજા પણ હવે સમજી ગઇ છે. કોંગ્રેસ પાટીદારોને અનામતના મામલે ઉલ્લુ બનાવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુરુવારે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. 


આ પણ વાંચો :