સુરતના ઈતિહાસમાં પહેલીવાર એવું શું બન્યું કે અમિત શાહની સભામાંથી ભાજપના કાર્યકરોએ ચાલતી પકડી?

બુધવાર, 8 નવેમ્બર 2017 (16:57 IST)

Widgets Magazine
amit shah


ચૂંટણીમાં ભાજપના કાર્યકરોનો જુસ્સો વધારવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાયી હોવા છતાં એવી સ્થિતિ બની કે ભાજપના સંખ્યાબંધ કાર્યકરોને કાર્યક્રમના સ્થળેથી જતા રહેવું પડ્યું હતું. પરિણામે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. સુરતના 2,798 બૂથના 798 શક્તિ કેન્દ્રોના કાર્યકરોને સંબોધવા આવેલા અમિત શાહનો કાર્યક્રમ પાલ-અડાજણમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો દરમિયાન તેમાં પ્રવેશ મેળવવાનું કામ એટલું મુશ્કેલ બનાવી દેવાયું હતું કે કાર્યકરોએ અંદર જવાનું જ મુનાસિબ માન્યું નહિં. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે 12 વિધાનસભા માટે વિધાનસભા પ્રમાણે કાર્યકરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. જે કાર્યકરે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે વિગત કાર્યકરના ઓળખના પુરાવા સાથે મેચ કર્યા બાદ જ પ્રવેશ અપાતો હતો. જેના કારણે પ્રવેશ મેળવવામાં આશરે બેથી અઢી કલાક જેટલો સમય વીતી જતો હતો. પરિણામે સંખ્યાબંધ કાર્યકરોએ તો બહારથી જ ચાલતી પકડી હતી. 

પોલીસે એટલી હદે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો કે શહેરભરની મોટાભાગની પોલીસને ઓડિટોરિયમની આજીબાજુ ખડકી દેવામાં આવી હતી. પોલીસના 25 વાહનો પણ આજુબાજુમાં ફરતાં કરી દેવાયાં હતાં. આ વખતે ભાજપના કાર્યકરના નામે કોઈ આંદોલનકારીઓ કે કાર્યકરો ઓડિટોરિયમમાં પ્રવેશ મેળવી લીધા બાદ કોઈ નારા લગાવી કાર્યક્રમ ખોરવી નાખે એ ડરના કારણે આટલી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું પણ માનવામાં આવે છે. આટલી સઘન સુરક્ષા વ્યયવસ્થા ગોઠવવા પાછળનું કારણ શું એ અંગે એક રાજકીય ગલિયારોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video - કોંગ્રેસના ઉપાધ્યક્ષે સુરતમાં સુરતી લોચો આરોગવાની મજા માણી

રાહુલ ગાંધી ફરી મેદાનમાં આવી ગયાં છે. ગુજરાતની ચૂંટણીમાં સુરતમાં પ્રચાર અર્થે આવેલા રાહુલ ...

નેચરલ હૉટ વાટર Swimming Pool

નેચરલ હૉટ વાટર Swimming Pool

news

રાહુલ ગાંધીએ સુરતમાં ટેક્સટાઈલ યુનિટની મુલાકાત દરમિયાન કારીગરો સાથે મુલાકાત કરી

રાહુલ ગાંધી આજે સુરતની મુલાકાતે છે ત્યારે તેમણે સુરતના નાના વેપારીઓ સાથે મુલાકાત યોજી છે. ...

news

#AntiBlackMoneyDay - જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીનો કાળો દિવસ મનાવ્યો

જામનગરમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine