સુરતમાં ચાર બેઠકો એવી છે જ્યાં મહિલા મતદારોનું પ્રભુત્વ

સોમવાર, 6 નવેમ્બર 2017 (11:16 IST)

Widgets Magazine

ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. જિલ્લાની મહુવા, માંડવી(એસટી) બેઠકમાં અને તાપી જિલ્લાની વ્યારા (એસટી) અને નિઝર બેઠક પર મહિલા મતદારોની સંખ્યા પુરુષ કરતાં વધુ છે. સુરતની ૧૬ વિધાનસભા બેઠકોમાં ચૂંટણી લડનારા ઉમેદવારોનું નસીબ ૨૧,૭૯,૦૦૫ પુરુષ અને ૧૮,૩૪,૨૮૪ મહિલા મતદારો મળી કુલ ૪૦,૧૩,૩૬૧ મતદારો જયારે તાપી જિલ્લાની વ્યારા બેઠક પર ૨૦,૬૬૭૨ અને નિઝર પર ૨,૫૪,૧૮૭ મતદારો મળી કુલ ૪,૬૦,૮૫૯ મતદારો તા.૯મી ડિસેમ્બરના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કરશે. સુરત અને તાપીના આદિવાસી વિસ્તારોમાં મહિલા મતદારો વધુ નોંધાયા છે. સુરત જિલ્લાની 170-મહુવા(એસટી)માં 1,05,933 પુરુષોની સામે 1,08,327 મહિલા મતદારો છે. 157-માંડવી (એસટી) બેઠકમાં 1,11,639 પુરુષની સામે 1,13,503 મહિલા મતદારો છે. તાપી જિલ્લાની 171 વ્યારા (એસટી) બેઠક પર 1,01,638 પુરુષ મતદારોની સામે 1,05,030 મહિલા મતદારો અને 172 નિઝર (એસટી) બેઠક પર 1,25,396 પુરુષ મતદારોની સામે 1,28,791 મહિલા મતદારોની સંખ્યા છે. આ આદિવાસી વિસ્તારોમાં મહિલાનું પ્રભુત્વ હોવાથી ઉમેદવાર પણ મહિલા પસંદ થાય તો વિવિધ પક્ષોને લાભ થાય તેમ જોવાઈ રહ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat Election Countdown- બાપૂ સેહત કે લિયે તૂ તો હાનિકારક હૈ...(Video)

Gujarat Election Countdown- બાપૂ સેહત કે લિયે તૂ તો હાનિકારક હૈ...

news

ગાંધીનગર અક્ષરધામ હુમલાનો સૂત્રધાર અજમેરી અમદાવાદમાંથી ઝડપાયો

ગાંધીનગરના વિખ્યાત અક્ષરધામ સંકુલમાં 25મી સપ્ટેમ્બર, 2002ના રોજ એટલે કે અંદાજે 15 વર્ષ ...

news

અક્ષરધામમાં ગયેલા પીએમ મોદીની સોશિયલ મીડિયામાં ટીકાઓ

ગાંધીનગર ખાતે બનાવામાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના રપ વર્ષ પુર્ણ થતાં હોવાથી ...

news

શિયાળાની શરૂઆતમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે વધી રહ્યું છે

શિયાળાનાં પ્રારંભ સાથે જ શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે, જેમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine