રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated :ગાંધીનગર . , શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (12:36 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી - VVPAT સાથે આ વખતે થશે EVMનો ઉપયોગ

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન બધા 50128 મતદાન કેન્દ્રો પર વોટર વેરિયેફેયેબલ પેપર આર્ટિટ ટ્રેલ (વીવીપીએટી) સાથે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનો ઉપયોગ થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વાઈને સંવાદદાતાઓને કહ્યુ કે ગોવા પછી ગુજરાત બીજુ રાજ્ય હશે જ્યા વિધાનસભા ચૂંટણીમાં વીવીપીએટીનો ઉપયોગ થશે.  ગુજરાતના મતદાતા વીવીપીએટીથી પરિચિત નથી.  તેથી ચૂંટણી આયોગ અહી જાગૃતતા કાર્યક્રમ ચલાવશે. 
 
સ્વાઈને કહ્યુ - આગામી વિધાનસભા ચૂંટણીમાં અમે વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરીશુ. આ મશીન બધા 50 હજાર 128 મતદાન કેન્દ્રો પર લગાવવામાં આવશે.. અમે બધા જીલ્લામાં જાગૃતતા અભિયાન ચલાવીશુ. રાજનીતિક દળ અને પ્રેસના સભ્યોને પ્રસ્તુતિ આપીશુ. 
 
તેમણે કહ્યુ - સાર્વજનિક સ્થાનો અને શૈક્ષણિક સંસ્થાનોમાં મતદાતાઓ માટે અમે એક વાહનમાં મતદાન કેંન્દ્ર લગાવીને તેમની સક્ષમ પ્રસ્તુતિ આપીશુ.. તેમણે કહ્યુ કે આટલી સંખ્યામાં વીવીપીએટી મશોનીનો વ્યવસ્થા કરવી સમસ્યા નહી રહે કારણ કે રાજ્યમાં મોટી સંખ્યામાં મશીનો આવી ગઈ છે. અને બાકીનો જથ્થો ટૂંક સમયમાં જ પહોંચી જશે.