સાસણ ગીર

પરૂન શર્મા| Last Modified રવિવાર, 3 જૂન 2007 (10:18 IST)
સાસણના સિંહો અને વન્ય જગતનો સાહસિક પ્રવાસ

વિશ્વમાં ફક્ત બે સ્થળોએ સિંહોની વસ્તી શેષ રહી છે. આફ્રિકા પછી ગુજરાતમાં ગીર એક એવું સ્થળ છે જ્યાં સિંહો વસે છે. ગીરના અભયારણ્ય માં ર્નિભય પણે વિચરતા સિંહોને તેમના જ કુદરતી નિવાસમાં જોવા તે પણ એક અનેરો સાહસિક આનંદ છે. ગીરના અભયારણ્યમાં માત્ર સિંહો જ નહીં પરંતું કાળિયાર, શિયાળ, નીલગાય, ચિત્તા, જંગલી વાંદરા, ચાર શિંગડા વાળા હરણ તથા વિવિધ પક્ષીઓ પણ પાકૃતિક નિવાસમાં જોવા મળે છે.

ગીરનાં અભયારણ્યમાં આ તમામ પ્રાણી અને પક્ષી જગતને નજીકથી જોવા માટે વન્યસંરક્ષકો ગાડીમાં ફેરવે છે. જો કે ગીર એક પક્ષી અભયારણ્ય પણ હોવાથી દુર્લભ પ્રજાતીના અનેક પક્ષીઓ પણ જોવા મળે છે. ગીરનાં અભયારણ્યમાં પ્રવાસ માટેનો શ્રેષ્ઠ સમય શિયાળાની ઋતુ, ઓક્ટોબર તથા જૂન નો મધ્યનો સમયગાળો ગણવામાં આવે છે. બસ દ્રારા ગીર જવા માટે અમદાવાદ, રાજકોટ તથા જૂનાગઢથી જઇ શકાય છે. રેલવે દ્રારા પર અમદાવાદથી જઇ શકાય છે. આ ઉપરાંત કેશોદનું હવાઇ મથક સૌથી નજીક છે.
ગુજરાતમાં નાના-મોટા લગભગ પચ્ચીસ જેટલા અભયારણો આવેલા છે. ગીર ઉપરાંત જામનગર પાસે આવેલો મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય, સુરેન્દ્રનગરમાં આવેલું ઘુડખરનું અભયારણ્ય,કચ્છમાં આવેલું સુરખાબનગર અભયારણ્ય, જામનગરમાં આવેલું સામુદ્રિક ઉદ્યાન અને પક્ષી અભયારણ્ય, નળ સરોવર અને થોળનું પક્ષી અભયારણ્ય મુખ્ય છે.


આ પણ વાંચો :