Widgets Magazine
Widgets Magazine

'' ઐઠોર'' ગુજરાતમાં પ્રાચિન અને શિલ્પકલાના નમૂના રૂપ ગણપતિદાદાનું મંદિર

મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (12:43 IST)

Widgets Magazine
shreeaithoraganesh


ગુજરાતમાં ગણપતિના અનેક મંદિરો આગવી ઓળખ ધરાવે છે. ઉતર પ્રાચીન મંદિરોની પુણ્યભૂમિ છે આ પ્રદેશમાં ઊંઝા, ઐઠોર, સુણોક, કામલી, વાલમ, વડનગર, ભાખર, સિદ્ધપુર જેવા અનેક ગામોમાં સદીઓ પુરાણા મંદિરો કે જેના ભવ્ય ભૂતકાળ સાક્ષી પૂરતા ઉભેલા જોવા મળે છે.  ઐઠોરમાં ડાબી સુંઢવાળા શ્રી ગણપતિદાદાનું ઐતિહાસિક મંદિર જેવા ધર્મસ્થાનો દેશભરના શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર છે.

આશરે 1200 વર્ષ જૂના આ મંદિર માં બિરાજમાન ગણપતિદાદાની મૂર્તિની ખાસ વાત એ છે કે આરસ કે અન્ય કોઈ ધાતુની મૂર્તિ નથી. પરંતુ રેણુ (માટી)માંથી બનાવેલ છે. આ પ્રાચીન મૂર્તિને સિંદુર અને ઘીનો લેપ (ચોળો) લગાવામાં આવે છે. ભારત ભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે. ભારતભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે એવી આ મૂર્તિ ના દર્શન કરવા લાખો દર્શન પિપાસુ શ્રધાળું વારંવાર દાદાના દર્શન કરવા માટે મુકામે પધારે છે. ગણપતિદાદાના મંદિરની સેવા પૂજા અગાઉ ઐઠોર ગામના ગોસાઈ ભાઇઓં કરતા હતા. પરંતુ તેમને સ્વેચ્છિક પણે ગામજનોને મંદિરની સેવા પૂજા કરવાની તક આપી.
aithora

સોલંકી કાલીન ગણેશ મંદિર વિશે વિવિધ દંતકથાઓ પ્રચલિત છે, આ ગણપતિ મંદિરના પરિસરમાં જમણી બાજુએ ઢળી ગયેલું પ્રાચીન વિષ્ણુ મંદિર આવેલું છે. જેની મૂળ પ્રતિમા અસ્તીત્વમાં નથી. આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કરતા અને મહાન કાર્યના શુભારણ પ્રસંગે અહીં પૂજન કર્યા બાદ જ તેઓં આગળ વધતા. પ્રાચીન કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવીદેવતાઓની જાન જોડાઈ હતી. પરંતુ વાકી સૂંઢ વાળા અને દુદાળા ગણેશજી તેમના વિચિત્ર દેખાવ ને કારણે તેમને આમંત્રણ નહોતું આપ્યું.

જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાગી ગયા. આ ધટના બનવાનું કારણ સમજાતાં દેવોએ ગણેશજીને માનવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા-બળદ બાંધી ને ૩૩ કરોડ દેવી દેવતાઓ પુષ્પાવતી નદીને કિનારે આવ્યા અને પૂજન અર્ચન કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા. આ પ્રસગે ઐઠોરના તળાવના કિનારે ગોઠ વેચી હતી.

આજે આ દંતકથાના ભાગ રૂપે ગોથીયું તળાવ કહેવામાં આવે છે અને ઘોડા-બળદ બાંધ્યા હતા તેને ગમાંણીયું તળાવ એમ બને તળાવ હાલ ગામમાં મોજુદ છે આ સિવાય નદી કિનારે ૩૩ કરોડ દેવતાઓંનું નાનકડું મંદિર આવેલું છે. દેવરાજ ઇન્દ્રના લગ્ન હોય શિવ પરિવાર પણ જાનમાં જોડાયો હતો. જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હોવાથી ભગવાન શંકરએ ગણેશજીને અહીં ઠેર કહેવાનું કહ્યું હતું. આ શિવજીના અહી ઠેર શબ્દો ઉપરથી આજના ઐઠોર ગામની વ્યુંતપ્તી થઇ હોવાનું મનાય છે.

ગણેશજી ઐઠોર રોકાયા અને શિવજી, પાર્વતીજી અને કાર્તિકેયજી જાનમાં આગળ ચાલ્યા પરંતુ થોડે દુર ગયા બાદ માતા પાર્વતીજીને પોતાના દીકરાને મુકીને જાનમાં જવાની અનિચ્છા થતા તેઓં ઊંઝામાં રોકી ગયા. જ્યાં આજે ઉમિયા માતાજીને સ્થાનક છે, જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગળ વધવાનું ન ગમતા કાર્તિકેયજી સિદ્ધપુર ખાતે રોકી ગયા જ્યાં આજે પણ કાર્તિકેયજી મંદિર હયાત છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત પ્રાચિન શિલ્પકલા ગણપતિદાદા ઐઠોર ઊંઝા મનોરંજન પર્યટન ગુજરાત દર્શન ગુજરાતમાં જોવાલાયક સ્થળ ગુજરાત ટુરિઝમ Parytan '' ઐઠોર'' Gujarat Tourism Gujarat Darshan Aithor Ganpati Gujarat

Loading comments ...

પર્યટન

news

ગુજરાતના 10 પ્રખ્યાત મંદિર

સૌરાષ્ટ્રે સોમનાથ મહાદેવ..."સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ...

news

ગુજરાત ટુરીઝમ - ગુજરાતમાં એવા ધોધ જ્યા વરસાદની મજા લો

ભારતમાં ઉનાળાની વિદાય બાદ ધીરે ધીરે ચોમાસાના આગમનની શરૂઆત થઇ રહી છે. ચોમાસામાં કુદરતી ...

news

ગુજરાતનું ઐતિહાસિક નજરાણું - અડી કડીની વાવ

ઉપરકોટની અંદર આવેલી આ બે વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં ...

news

સાબરકાંઠામાં સાતમી સદીથી અડીખમ ઉભેલું પક્ષી મંદિર ધીરે ધીરે નાશ પામી રહ્યું છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની પૂર્વ દિશા તરફ પંદર કિ.મી.ના અંતરે રોડા ગામ આવેલું છે. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine