શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: શનિવાર, 12 નવેમ્બર 2016 (14:44 IST)

Girnar Tourism - ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બળદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી

ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી. વર્ષ 1864માં દિવાન અનંતજી અમરચંદ વસાવડાએ જેઠ માસમાં સંધ કાઢીને પ્રથમ એવી સંધ પરિક્રમા કરી હતી. આ ઉપરાંત  સંત દેવીદાસ, અમર દેવીદાસના ગુરૂ, જેરામ ભારતી, મંડિયા સ્વામી, મેકરણ કાપડી તેમાંથી મેકરણ દાદાની ધુણી ગિરનાર પર છે. તેમજ જેરામ ભારતી મહારાજે પણ ગિરનારની પરિક્રમા  કરી હતી.પરિક્રમામાં બોરદેવીનું મંદિર અનેરી આસ્થાનું પ્રતીક છે. 

 બોરદેવી મંદિરના પ્રાંગણમાં અનેક વખત સંતો-મહંતો પણ હાજરી આપી ચૂક્યા છે. ખાસ કરીને અંહી ચાલતા અવિરત અન્નક્ષેત્રના લીધે ભાવિકોમાં બોરદેવીનું મંદિર આસ્થા સાથે અન્નનું કેન્દ્ર પણ બની રહ્યું છે.   અહીં ચાલતા અન્નક્ષેત્રમાં ગુજરાતભરમાંથી સ્વંયસેવકો સેવા અર્થે જોડાય છે જે યાત્રિકો તેમજ પરિક્રમા કરવા આવતા લોકોને જમાડે છે. વનમાં પણ ઘરનું ભોજન મળી રહે તે હેતુથી આ અન્નક્ષેત્રનો સેવા યજ્ઞ આજે પણ યથાવત છે. આ અન્નક્ષેત્રમાં પાંચ દિવસ દરમિયાન બે લાખ જેટલા લોકો પોતાના જઠરાગ્નિ ઠારે છે. ઉપરાંત સવારે ચા-નાસ્તો તેમજ બે સમયનુ જમવાનાના વ્યવસ્થા અહીં જ કરવામાં આવે છે. દર વર્ષે સુરતનું એક ગ્રુપ અહીં સેવા કરવા આવે છે. જે ભોજનથી માંડીને જરૂરી દવાઓની સેવા પણ પૂરી પાડે છે

 કૈલાશ, ગોવર્ધન અને નર્મદાની પરિક્રમાની સાથોસાથ આદીઅનાદી કાળથી ગિરનારની પરિક્રમાનું એક આગવુ મહત્વ રહ્યું છે. કારતક સુદ અગિયારસના દિવસે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે. સ્કંદપુરાણમાં પણ પરિક્રમાનો ઉલ્લેખ અને વર્ણન છે. 36 કિમીની આ યાત્રા વાસ્તવમાં એક આધ્યાત્મની સાથે આસ્થાની પદયાત્રા છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. ગિરનાર એટલે વિશાળતા અને ઊંચાઇ સાથોસાથ સાહસિક પ્રવૃતિઓનું મુખ્યમથક. જ્યાં શિયાળામાં ટ્રેકિંગની મોસમ ખીલે તો શિવરાત્રીના મેળામાં જૂનાગઢનો આખો માહોલ ભક્તિની સોડમથી મહેકી ઊઠે. આજથી શરૂ થયેલી પરિક્રમામાં શિવ અને જીવનું મિલન થશે તેમજ રાત્રીના 12 વાગતા જ જંગના માર્ગો ભક્તિનાદ સાથે ગૂંજી ઉઠશે

આમ પણ ગિરનાર એટલે આસ્થાકેન્દ્ર. જેના શિખર પર દેવી દેવતાઓના સ્થાપત્યો. અને તળેટીમાં થતી પરિક્રમા એટલે એ તમામ દેવાલયોની પિરક્રમા. રૈવતાચળ એટલે કે ગિરનાર પર 9 નાથ,84 સિધ્ધિ, 64 જોગણીઓ અને 52 વીરના બેસણાઓ આ તમામ સ્થાનકો એક સાથે જ્યાં અનુભવાય તે ગિરનાર. દિવાળી બાદ લોકો પુણ્યનું ભાથુ બાંધવા લીલી પરિક્રમા કરે છે. જ્યાં સેવાપ્રેમીઓનો મેળો ભરાય જે સેવા કરીને લોકોના હાશકારામાંથી હૈયાની અનૂભુતી કરે છે. ગિરનારનું પૌરાણિક મહત્વ છે ત્યારે ગિરનાર ભગવાન કૃષ્ણ અને ભાઇ બલરામે કરેલી પરિક્રમાનો પણ સાક્ષી હોવાનું માનવામાં આવે છે. જો કે એ ઇતિહાસ બાદ આજ સુધી આ પરિક્રમા યથાવત છે. જો આ વખતે વહેલી શરૂ થયેલી આ પરિક્રમામાં એક લાખ લોકોએ યાત્રા પૂરી કરી લીધી છે