સૌરાષ્ટ્રમાં 177 સ્તંભો ધરાવતા 2 હજાર વર્ષ જૂના કિલ્લાની રસપ્રદ કહાણી

ગુરુવાર, 6 જુલાઈ 2017 (15:32 IST)

Widgets Magazine
sourashtra


સૌરાષ્ટ્રનો  ઉપરકોટ બે હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે. જેમાં અત્યારે જે રાણકદેવીનો મહેલ લગ્નમંડપ તરીકે ઓળખાય છે તેમાં 177થી વધુ સ્તંભ એ સમયની સ્થાપત્યકલાનો નમુનો છે. ઉત્તર ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના માણસો સૌરાષ્ટ્રમાં એક કૂંભારને ત્યાં રોકાયા હતા. જ્યાં તેમની નજર રાણક નામની એક સ્ત્રી પર પડી. દરબારીઓએ સિદ્ધરાજ જયસિંહને આ સુંદર યુવતી અંગે વાત કરી.
saurashtra

સિદ્ધરાજે તુરંત જ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.  તેવામાં જૂનાગઢનો રાજા રા’ખેંગાર મજેવડી ગામે આવ્યો, જ્યાં તેની નજર રાણક સાથે મળી અને પહેલી નજરે પ્રેમ થયો, તેણે રાણક સાથે રાતોરાત લગ્ન કર્યા. આ વાતની ખબર સિદ્ધરાજ જયસિંહને પડી અને તેણે પહેલાં વઢવાણ અને પછી જૂનાગઢ પર હુમલો કર્યો. જેમાં ભત્રીજના દગાના કારણે રા’ખેંગારનો પરાજય થયો અને ઉપરકોટનો કિલ્લો ગુમાવ્યો. સિદ્ધરાજે પુનઃ રાણકદેવીને લગ્ન કરવા માટે કહ્યું પરંતુ રાણકદેવીએ લગ્ન કરવાના બદલે સતી થવાનું નક્કી કરી છે.
saurashtra

જ્યારે રાણકદેવી મહેલની મુલાકાત લેવા જાઓ ત્યારે અનેક શિલાઓ પડતાં પડતાં રહી ગઇ હોય તેવું દેખાય છે.  રાણકદેવી જે સ્થળે સતી થયા ત્યાં તેમનું દેવળ બનાવવામાં આવ્યું હતું. રાણકદેવી દેવળ પાસે એક મોટુ ભોયરુ છે. ભોયરુ વઢવાણથી જૂનાગઢ ગીર સુધી હોવાનું મનાય છે. હાલ સંરક્ષિત જાહેર રાષ્ટ્રીય સ્મારક રાણકદેવી દેવળની યોગ્ય દેખરેખ રખાતી નથી. જાળવણી વિના કાળની થપાટો સામે ઝીંખ ઝીલતુ વઢવાણું રાણકદેવ મંદિર અડીખમ ઉભુ છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સૌરાષ્ટ્ર 177 સ્તંભો 2 હજાર વર્ષ જૂના કિલ્લા રસપ્રદ કહાણી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

પર્યટન

news

જાણો ગુજરાતની નદીઓ વિશે

બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. ...

news

આવો જાણીએ ભારતના એક માત્ર અમદાવાદના પતંગ મ્યુઝિયમ વિશે

અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું આ પતંગ ...

news

GujaratTourism- લીલીછમ હરિયાળીમાં અડીખમ ઉભેલો નવલખો મહેલ

ગુજરાતની ઐતિહાસિક વિરાસત ધરાવતો પોરબંદરના ઘૂમલીમાં આવેલો નવલખો મહેલ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. ...

news

આજે વર્લ્ડ હેરિટેજ ડે - વિશ્વના ટોપ ૫૦ સ્થાપત્યોમાં લક્ષ્મી વિલાસ પેલેસને સ્થાન

આજે વિશ્વભરમાં હેરિટેજ ડેની ઉજવણી થશે ત્યારે વડોદરા શહેરની શાન સમાન લક્ષ્મી વિલાસ પેલેસને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine