આજે વર્લ્ડ હેરિટેજ ડે - વિશ્વના ટોપ ૫૦ સ્થાપત્યોમાં લક્ષ્મી વિલાસ પેલેસને સ્થાન

મંગળવાર, 18 એપ્રિલ 2017 (13:28 IST)

Widgets Magazine
laxmi vilas


આજે વિશ્વભરમાં હેરિટેજ ડેની ઉજવણી થશે ત્યારે વડોદરા શહેરની શાન સમાન લક્ષ્મી વિલાસ પેલેસને કેવી રીતે ભુલી શકાય, સમગ્ર વિશ્વમાં આર્કિટેક્ચરોનું નેટવર્ક ધરાવતી અમેરિકાની એક કંપની દ્વારા થોડાક સમય પહેલા વિશ્વના બેનમુન સ્થાપત્યોનો સર્વે કર્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા સર્વેના અંતે વડોદરા શહેરની મધ્યમાં ૭૦૦ એકર એસ્ટેટમાં પથરાયેલા લક્ષ્મી વિલાસ પેલેસને ભારતના મોસ્ટ બ્યુટિફૂલ હોમનો દરજ્જો આપ્યો છે અને સ્થાપત્યોમાં સ્થાન આપ્યું છે.
laxmi vilas

૧૯મી સદીના સંસ્કૃતિક ધરોહર સમાન લક્ષ્મી વિલાસ પેલેસ ૧૨૭ વર્ષ પહેલા તે જમાનામાં રૃ.૬૦ લાખમાં બન્યો હતો. લક્ષ્મી વિલાસ પેલેસ દિર્ઘદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નું સર્જન છે. આ પેલેસ બનતાં ૧૨ વર્ષ થયા હતા. સને ૧૮૭૮માં પેલેસનું કામ શરૃ થયંુ હતું અને ૧૮૯૦માં પેલેસ તૈયાર થયો હતો. બ્રિટીશ આર્િકટેક્ટ ચાલ્સ મંડે પેલેસની ડિઝાઇન બનાવવાથી માંડીને લગભગ અડધું કામ કર્યુ હતું, પરંતુ તેમનાં અપમૃત્યુ પછી રોબર્ટ ફેલોસ ચિઝોમે આખરી ઓપ આપ્યો હતો. આ પેલેસના ઉત્તરીય ભાગમાં એક વિશાળ પોર્ચ છે તેના પિલર પર સિંહ અને સસલાનું નકશીકામ છે. જે એવો સંદેશ આપે છે કે મહારાજા સયાજીરાવ આ બંને પ્રાણીઓને સંરક્ષણ આપતા હતા. આગ્રાથી મગાવેલા લાલ રંગના સેન્ડ સ્ટોનમાંથી આ પિલર બનાવવામાં આવેલા છે. લંડનના વિખ્યાત બકિંગહામ પેલેસ કરતા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનો વિસ્તાર ચાર ગણો છે.   લક્ષ્મી વિલાસ પેલેસ એક એવંુ સ્થાપત્ય છે જે ઇન્ડો સેરેનિક આર્િકટેક્ચરને ઉજાગર કરે છે. તેનાં ગુંબજમાં ઇસ્લામિક સ્ટાઇલ અને હિંદુ મંદિરોનો સમન્વય કરવામાં આવ્યો છે. જેની વચ્ચે ગગનચુંબી ક્લોક ટાવર છે.  

વડોદરાના રોયલ ફેમિલીની હિસ્ટ્રી ઉપર નજર કરવામાં આવે તો સને ૧૮૮૭ના વર્ષમાં શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બ્રિટન ગયા હતા. ત્યારે ક્વિન વિક્ટોરિયાએ તેમની પર્સનલ બગ્ગી સયાજીરાવને રિસીવ કરવા માટે મોકલાવી હતી. પથ્થરો આગ્રાથી આવ્યા હતા, માર્બલ વિદેશથી મગાવાયો હતો. તેમજ તેના પથ્થરો આગ્રાથી આવ્યા હતા, માર્બલ વિદેશના કરારાથી આવ્યા હતા.  જેમની સાથે ૧૨ ઇટાલિયન કારીગરો પણ સામેલ હતા. તેમણે ૧૮ મહિનામાં આ કામગીરી પૂરી કરી હતી. પેલેસની બારીઓ અને દરબાર હોલમાં લગાવાયેલા કાચ પણ વિદેશથી મગાવાયા હતા. પેલેસના ઝુમર સમારકામ માટે ત્રણ વર્ષ પૂર્વે ફ્રાન્સ લઈ જવાયા હતા. રેગીસ મેત્થ્યુ નામના એન્જિનિયર આ માટે પ્રથમ વખત વડોદરા આવ્યા હતા. રાજવી પરિવાર સાથે થયેલી ચર્ચામાં વિદેશી એન્જિનિયરે એવું કહ્યું હતું કે, મેં અત્યાર સુધી ઘણાં મહેલ અને વિખ્યાત મ્યુઝિયમ જોયા છે. નેપોલિયનને જે પ્રકારની લાઇફ સ્ટાઇલ જોઈતી હતી તે બધી જ સગવડો વડોદરાના પેલેસમાં હતી.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

પર્યટન

news

Gujarat Tourism - ‘રાણી કી વાવ’ કે અડાલજની વાવ

એક સમય હતો જ્યારે પાણી ભરવા લોકો દૂર દૂર સુધી જતા હતા અને આથી જ રાજાઓ દ્વારા ગામથી દુર ...

news

સૌથી વધુ સૂર્યમંદિરો મહેસાણા જિલ્લામાં- વડનગરમાં સૂર્યની સાથે ચંદ્રની મૂર્તિ એક સાથે કંડારવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં સૌથી વધુ સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા સાંપડે છે. જેમાં મોઢેરાનું ...

news

Girnar Tourism - ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બળદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી

ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી. વર્ષ 1864માં ...

news

કચ્છડો બારેમાસ - કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા

વિશ્વભરમાં કુદરતી સૌંદર્યના અનોખા આકર્ષણ સમા કચ્છમાં રણોત્સવ 2016નો નજારો માણવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine