સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 17 એપ્રિલ 2024 (16:46 IST)

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત

Ahmedabad-Vadodara Expressway
Ahmedabad-Vadodara Expressway

- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માત
- ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10 લોકોના મોત
- પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે 
 
 ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10 લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 
 
નડિયાદ પાસે કાર એક ટેન્કર પાછળ ઘૂસી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી અમદાવાદ પાસિંગની કાર એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે એક ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતાં.