કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમ્મરે કહ્યું, ચૂંટણી જીતી શકે તેવી મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ગુજરાતમાં સરકાર બનાવવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં સતત રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. આમ આદમીએ અત્યાર સુધીમાં કુલ 29 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે ત્યારે હવે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરશે. ઉમેદવાર માટે કોંગ્રેસ પાસે 600થી વધુ રાજકીય બાયોડેટા આવી ચૂક્યા છે ત્યારે મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેની ઠુંમર દ્વારા મહિલાઓને ટિકિટ ફાળવવા મામલે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં જીતી શકે તેવી વધારે મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવશે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો રણનીતિ ઘટી રહી છે. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઇ હતી. પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુંમરની અધ્યક્ષતામાં ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચાઓ થઈ હતી. જેમાં જેની ઠુંમરે ઉમેદવારોની પસંદગીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણીમાં જીતી શકે તેવી મહિલાઓને વધારે ટિકિટ ફાળવવામાં આવશે. ભાજપ પણ મહિલાઓને વધુ ટિકિટ ફાળવવાની રણનીતિ ઘડી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષે ટિકિટ ફાળવણી અંગે નિવેદન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેની ઠુંમરે મહિલાને વધુ ટિકિટ મળે તે મામલે પ્રયાસ શરૂ કર્યા છે. જેની ઠુંમરે કહ્યું કે ઘણી મહિલાઓ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ત્યારે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ આ અંગેના સમીકરણો ચકાસી રહ્યું છે. ખાસ કરીને બનાસકાઠામાં વધુમાં વધુ મહિલાઓને કોંગ્રેસ ટિકિટ આપશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર માટે મથામણ કરી રહી છે આવામાં પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુંમરે કહ્યું કે ઘણી મહિલાઓ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 30 ટકા બેઠકો મહિલાને ફાળવવામાં આવે તેવી માંગ કરી હોવાનું જણાવ્યું છે.