શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (11:50 IST)

વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં ભડકો, રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ, ભાજપના સ્થાનિક કાર્યકરોની ચીમકી

alpesh thakore
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આગામી થોડા દિવસોમાં જ જાહેર થવાની છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોમાં પ્રચારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. આ પહેલા જ ઉત્તર ગુજરાતના રાધનપુરમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનો વિરોધ શરૂ થઈ ગયો છે.

રાધનપુર બેઠક પર આ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી રહી છે. રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપના કાર્યકરોનું સાંતલપુરના કોરડા ગામમાં મહાસંમેલન મળ્યું હતું. જેમાં ‘જીતશે સ્થાનિક, હારશે બહારનો’ સૂત્રો સાથે આ મહાસંમેલન યોજાયું. સ્થાનિગ આગેવાનોએ અલ્પેશ ઠાકોરને વિરોધ કરીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી હતી. અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ તેઓ ભાજપના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠકમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈની જીત થઈ હતી. ત્યારે આ વખતે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ઉઠતા વિરોધના સૂરથી જોવાનું રહેશે કે ભાજપ ફરીવાર તેમને ટિકિટ આપશે કે પછી કોઈ સ્થાનિક ઉમેદવારને તક આપશે?