શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 25 નવેમ્બર 2015 (10:40 IST)

અનામત મુદ્દે આનંદીબેને ચોખ્ખી ના પાડતા પાટીદારો અને ભાજપ વચ્ચે અંતર વધ્યુ

પાટીદારોને અનામતઆપવાના મુદ્દે અમરેલીની સભામાંમુખ્‍યમંત્રી આનંદીબેન પટેલેચોખ્‍ખીચટ ના પાડયા બાદ પાટીદારોઅને ભાજપ વચ્‍ચેની ખાઈ વધુપહોળી થઈ છે. જેનો જવાબપાટીદારો સ્‍થાનિક સ્‍વરાજ્‍યની જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં મોટીસંખ્‍યામાં ભાજપ વિરૂધ્‍ધ મતદાનકરીને આપશે એમ પાસના કોરકમિટીના અતુલ પટેલે જણાવ્‍યું હતું.
 
 
   વળી તેમણે પાટીદારોના મતદાર યાદીમાંથીનામની કમી થવાના મામલે જણાવ્‍યું હતું કે ભલે કોર્પાેરેશનની ચૂંટણીમાંઅમારા નામ કમી થયા અમેસ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાંજાગળત બનીને અત્‍યારથી જ મતદારયાદી સંબંધી કામોમાં લાગી ગયા છીએજેથી અમારા નામ કમી થયા હોય તોઅમે કંઈક ધટતું કરી શકીએ. સાથે સાથે તેમણે પાટીદારોના નામ ગાયબ થવા પાછળ ભાજપ સરકાર અને ચૂંટણી પંચનીમિલી ભગત હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે જણાવ્‍યું હતું કે, સ્‍થાનિકસ્‍વરાજ્‍યની ચૂંટણીમાં અમે ગામડે-ગામડે ફરીને પાટીદારોને જાગળત કરીભાજપની વિરૂધ્‍ધમાં જ મતદાન કરીભાજપના સૂપડાં સાફ કરવાનીદિશામાં ગતિશીલ છીએ.
   અંતમાં અતુલ પટેલે આક્રોશભેર એમ પણ કહેલ કે,  હવે ભાજપને પાટીદારોની જરૂર નથીરહી લાગતી તેથી જ મુખ્‍યમંત્રીએ અનામત આપવાની ચોખ્‍ખી ના પાડી છે.