1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2023 (14:44 IST)

ગટરલાઈન સાફ કરતા 3 શ્રમિકોના મોત

3 workers killed while cleaning sewer lines
ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી ગઈ. ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાની મદદથી  ગટરમાં ઊતર્યા બાદ ગૂંગળાઈ જવાથી ત્રણેયનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય કામદારોને બચાવવા માટે અન્ય બે કામદારોએ પ્રયાસ કર્યા હતા પરંતુ, તેઓ તેમાં સફળ થયા ન હતા.
 
ભરુચના દહેજમાં ગ્રામ પંચાયતની હદમાં આવેલી એક ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અર્થે ચાર શ્રમિકો ગટરમાં ઉતર્યા હતા જેમાં ત્રણ શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા છે જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 
 
તક કામદારોના નામ
ગલસીંગભાઈ વરસીંગભાઈ મુનિયા (ઉ.વ.30)
પરેશ ખુમસિંગ કટારા (ઉ.વ.30)
અનીફ જાલુભાઈ પરમાર (ઉ.વ.24)