કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (16:53 IST)

Widgets Magazine
bihar election


મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિના વડપણ હેઠળ ચૂંટણી પંચના વરિષ્ઠ ૧૧ અધિકારીઓ સોમવારથી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની સમીક્ષા માટે ગુજરાતની મુલાકાતે આવશે. ચૂંટણી પંચ બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન રાજકીય પક્ષો, જિલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર, જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજશે. ચૂંટણી પંચના અધિકારીઓ સોમવારે સવારે અમદાવાદ એરપોર્ટથી સીધા જ સરકીટ હાઉસ-એનેક્ષી ખાતે પહોંચશે જ્યાં તેઓની સવારે ૧૧ વાગે માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક છે. આ બેઠકમાં ચૂંટણી પંચ રાજકીય પક્ષો પાસેથી સૂચન મેળવશે.

આ પછી બપોરે ૨ઃ૩૦ વાગે ગાંધીનગર ખાતે તેમની રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી, નાયબ પોલીસ વડા સાથે ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસા અંગે બેઠક છે. આ બેઠક અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર ઇવીએમ-વીવીપેટ નિદર્શન કેન્દ્ર વહનને લીલી ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તૈયાર કરાયેલા ડિજીટલ એટલાસ અને ધ કાઉન્ટડાઉન બિગિન્સ નામની મતદાર જાગૃતિ અંગેના સચિત્ર પુસ્તકનું વિમોચન કરશે. ચૂંટણીપંચના જે અધિકારીઓ ગુજરાત આવી રહ્યા છે તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિ, ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત, ચૂંટણી કમિશનર સુનીલ અરોરા, નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંહા-સંદીપ સક્સેના-સુદીપ જૈન, મહાનિર્દેશક દિલીપ શર્મા-ધીરેન્દ્ર ઓઝા-નિખીલકુમાર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કેન્દ્રિય ચૂંટણી પંચ ગુજરાતના પ્રવાસ Election Commission In Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જમાલપુરની ટિકિટ મુસ્લિમ ઉમેદવારને આપવા જગન્નાથ મંદિરના મહંતે કરી ભલામણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર-ખાડીયા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉસ્માનભાઇ ઘાંચીને ...

news

Video - ગુલાબી થયુ ચીન "Dead Sea"નુ પાણી

આજે અમે તમને આવુ જ એક તળાવ બતાવવા જઈ રહ્યા છીએ. વર્તમાન સમયમાં ચીનમાં ખારા પાણીનું તળાવ ...

news

રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા, નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર સોમવારથી ત્રણ દિવસની ગુજરાતની યાત્રાએ આવી ...

news

ભાજપની સરકાર કોઈના દિલની વાત સાંભળી શકતી નથી - રાહુલ ગાંધી

આજે રાહુલ ગાંધી ફરીવાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મહેમદાવાદના ખાત્રજ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine