જમાલપુરની ટિકિટ મુસ્લિમ ઉમેદવારને આપવા જગન્નાથ મંદિરના મહંતે કરી ભલામણ

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (16:46 IST)

Widgets Magazine
muslim mandir


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર-ખાડીયા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉસ્માનભાઇ ઘાંચીને ટિકિટ આપવા જગન્નાથ મંદિરના મહંત દ્વારા ભલામણ કરવામાં આવતા ભાજપની પ્રદેશ  નેતાગીરી ગંભીર થઈ ગઈ છે. મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતા જમાલપુર-ખાડીયાના વર્તમાન ધારાસભ્ય ભુષણ ભટ્ટ સામે ભારે વિરોધનું વાતાવરણ ચાલી રહ્યું છે, ત્યારે આ બેઠક પરથી સ્થાનિક મુસ્લિમ આગેવાન ઉસ્માન ઘાંચીએ ભાજપના નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરી હતી. ઉસ્માન ઘાંચીએ માત્ર મુસ્લિમ સમાજના આગેવાનો નહીં પરંતુ અન્ય સમાજના અગ્રણીઓ સાથે રજૂઆત કરી હતી.

jagnnath

ઉસ્માન ઘાંચીએ ટિકિટ માટે કરેલી દાવેદારીમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ સંઘ પરિવાર સાથે પણ સંકળાયેલા છે અને સંઘને ફંડ પણ આપે છે. જમાલપુર-ખાડીયા બેઠક પરથી મુસ્લિમ આગેવાનની દાવેદારીની સાથે હિંદુ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા પણ ભલામણ કરવામાં આવતા ભાજપની નેતાગીરી પણ વિચારતી થઈ ગઈ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150 બેઠકોનો ટાર્ગેટ મૂક્યો છે, ત્યારે એવી પણ શક્યતા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મુસ્લિમ સમાજના આગેવાનને ટિકિટ આપીને સાબિત કરી દે કે ભાજપ માત્ર હિન્દુઓની પાર્ટી નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જમાલપુર મુસ્લિમ ઉમેદવા જગન્નાથ મંદિર. મહંતે કરી ભલામણ. Jagannath Mandir Mahant

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video - ગુલાબી થયુ ચીન "Dead Sea"નુ પાણી

આજે અમે તમને આવુ જ એક તળાવ બતાવવા જઈ રહ્યા છીએ. વર્તમાન સમયમાં ચીનમાં ખારા પાણીનું તળાવ ...

news

રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા, નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર સોમવારથી ત્રણ દિવસની ગુજરાતની યાત્રાએ આવી ...

news

ભાજપની સરકાર કોઈના દિલની વાત સાંભળી શકતી નથી - રાહુલ ગાંધી

આજે રાહુલ ગાંધી ફરીવાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મહેમદાવાદના ખાત્રજ ...

news

Godhra Kand મામલે હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી

સમગ્ર વિશ્વને હચમચાવી નાંખનાર ગુજરાતના ગોધરાકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine