લસણમાં સુંદરતા નિખારવાના ગુણ પણ છે, જરૂર જાણો આ 5 ફાયદા

Last Modified મંગળવાર, 27 નવેમ્બર 2018 (14:05 IST)
જાણો લસણના 5 સૌંદર્ય ફાયદા લસણ
લસણથી નિખરી ત્વચા મેળવા માટેના ઉપાય 
લસણનો સ્વાદ બધાને પસંદ હોય છે. સ્વાદ માટે ઓળખાય છે પણ ઓછા જ લોકો જાણે છે કે લસણનો ઉપયોગ સુંદરતાને નિખારવામાં પણ ખૂબ સહાયક છે. કારણ કે લસણમાં એંટી ઈંફ્લેમેટરીમ, એંટીએજિંગ સાથે ઘણા બીજા ગુણ હોય છે. જે તમારી સુંદરતા માટે ફાયદાકારી છે. લસણનો પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવવાથી ત્વચા સંબંધી સમસ્યાનો ઉકેલ થઈ શકે છે. આવો જાણીએ લસણથી નિખરી ત્વચા મેળવા માટેના ઉપાય 
 
1. ખીલ પર લસણનો રસ લગાવી તેને 5 મિનિટ માટે છોડી દો. ત્યાર પછી તમારા ચહેરા ધોવા. આ નિયમિત કરવાથી ચહેરાના ડાઘ દૂર થવા લાગે છે. 
 
2. લસણની કળીને વાટીને તેને અડધા ટમેટા સાથે ભળીને પેસ્ટ કરો. હવે આ પેસ્ટને ચહેરામાં 10 મિનિટ માટે મૂકો અને પછી ચહેરો ધોવો. આ તમારી ચામડીની ત્વચા છિદ્રો ખોલે છે અને ત્વચા સ્વચ્છ બને છે.
 
3. લસણનો રસ અને ઓલિવ તેલ મિક્સ કરી તેને થોડું ગરમ ​​કરો. હવે આ તેલને સ્ટ્રેચ માર્ક પર મૂકો. આવા નિયમિત કરવાથી તમે જોશો કે થોડા દિવસમાં તમારા સ્ટ્રેચ માર્કમાં ઘટાડો થશે.
 
4. જે લોકોના ત્વચા પર લા સ્પોટ થાય છે, જો તેઓ તેમના નિશાન પર લસણનો પેસ્ત લગાવશે તો, આ નિશાનથી છુટકારો મેળવી શકો છો.
 
5. જો તમારા ચહેરા અને ગરદન પર કરચલીઓ થઈ રહી છે, તો તમે મધ, લસણ અને લીંબુ સાથે મિશ્રિત કરવું. આમ કરવાથી કરચલીઓ જલ્દી નહી આવે છે.


આ પણ વાંચો :